કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે આ ટેપ ગોવાના હેલ્થ મિનિસ્ટર વિશ્વજીત રાણેની છે. કોંગ્રેસે જે ટેપ સંભળાવી તેમાં મંત્રી વિશ્વજીત રાણે એક વ્યક્તિને એવું કહેતા સંભળાય છે કે કોઈ તેનું કશું બગાડી નહીં શકે. રાફેલ સાથે સંકળાયેલી તમામ ફાઇલો મારા ફ્લેટમાં છે. મારા બેડરૂમમાં છે.
2/3
સુરજેવાલાએ કહ્યું કે, 10 એપ્રિલ, 2015નાં રોજ વડાપ્રધાન મોદી ફ્રાંસ ગયા ત્યારે મનોહર પર્રિકર ગોવામાં માછલી ખરીદતા હતા. વડાપ્રધાનના પ્રતિનિધિમંડળમાં મનોહર પર્રિકર નહોતા પરંતુ અનિલ અંબાણી હતા. તેની સાથે જ કોંગ્રેસે ત્રણ સવાલો પણ પૂછ્યા હતા. પ્રથમ સવાલ- મનોહર પર્રિકરના ફ્લેટમાં રાફેલ ડીલનું કયું રહસ્ય દફન કરેલું છે ? બીજો સવાલ- રાફેલની ફાઇલોમાં એવા કયા ગોટાળા છે કે જેના પર ચોકીદાર પડદો નાંખી રહ્યા છે ? ત્રીજો સવાલ – શું ભ્રષ્ટાચારની આ કહાનીના કારણે ચોકીદાર જેપીસીની તપાસથી બચી રહ્યા છે ? વડાપ્રધાને આ સવાલોના જવાબ આપવા જોઈએ તેમ સુરજેવાલાએ કહ્યું હતું.
3/3
નવી દિલ્હીઃ 2019ના પ્રથમ દિવેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ મુદ્દે કહ્યું કે, તેમના પર કોઈ વ્યક્તિગત આરોપ નથી. કોંગ્રેસે આજે આ મામલે ફરી એક વખત સીધા પીએમ મોદી પર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, ગોવાના સીએમ મનોહર પર્રિકરની પાસે રાફેલની તમામ ફાઇલો છે. કોંગ્રેસે મીડિયા સમક્ષ ગોવાના મંત્રી વિશ્વજીત રાણેનો ઓડિયો ટેપ સંભળાવ્યો હતો. વિશ્વજીત રાણેએ ઓડિયોને બકવાસ ગણાવ્યો છે.