શોધખોળ કરો
કર્ણાટકમાં રાહુલનો મોદી પર એટેક, કહ્યું- બીજેપી હિન્દુનો અર્થ નથી સમજતી, હું મંદિર જતો રહીશ
1/7

ભ્રષ્ટાચારના મોર્ચે રાહુલ ગાંધીએ મોદી પર હુમલો કરતાં કહ્યું કે, બીએસ યેદીયુરપ્પા ભ્રષ્ટાચારના મામલે જેલમાં જઇ ચૂક્યા છે, પણ તેમને જ રાજ્યના સીએમ કેન્ડિડેટ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે અરબોના ભ્રષ્ટાચારી રેડ્ડી બ્રધર્સને ટિકીટ આપી. મોદી તેમની વાત નથી કરતાં.
2/7

આ દરમિયાન તેઓએ નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર યેદિયુરપ્પા પર હુમલો કર્યો. રાહુલે કહ્યું કે, આ ચૂંટણી કર્ણાટકની છે. મારા વડાપ્રધાન બનવાના કે મારા ભવિષ્યની નથી. આ પહેલાં રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની તો હું વડાપ્રધાન કેમ ન બનું. આ અંગે 9 મેનાં રોજ બંગારપેટ રેલીમાં મોદીએ કહ્યું હતું કે ટેન્કર માટે લોકો લાઈન લગાવી ડોલ લગાવે છે, પરંતુ દબંગ લોકતંત્રને નથી માનતા. તે છાતી કાઢીને પોતાની ડોલ પહેલાં રાખી દે છે. કાલે એવું જ થયું. નામદારે કતારમાં પોતાની ડોલ પહેલાં રાખી દીધી.
Published at : 10 May 2018 12:14 PM (IST)
Tags :
Karnataka Election 2018View More




















