સૂત્રોના જણાવ્યા મુજબ તે ક્રિસમસના દિવસે ગૃહ પ્રવેશ કરી શકે છે. બુધવારે તેઓ આખો દિવસ ઘરમાં સામાન્ય ફેરફારને લઈને આર્કિટેક્ટ સાથે ચર્ચાં કરતી રહી. આ ઘરનું નિર્માણ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. બે વખત તો પસંદ ન આવવાને કારણે મકાન તોડવામાં આવ્યું હતું.
3/5
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિદ્યા સ્ટોક્સ પણ તેમને મળવા પહોંચ્યા હતાં. તેમણે અહીં લોકો સાથે વાતચીત કરી હતી અને રાજકીય ફિડબેક પણ લીધો હતો. છરાબડામાં પ્રિયંકાનું ઘર લગભગ તૈયાર થઈ ગયું છે.
4/5
રાહુલ ગાંધી લગભગ એક કલાક સુધી સોલન બ્રૂરી પાસે આવેલા એક નાનાકડાં ઢાબા તરનતારન પર રોકાયા હતા. અહીં તેમણે પ્રિયંકા અને તેમના બાળકો મિરાયા-રેહાન સાથે નૂડલ્સ પણ ખાધા હતા.
5/5
શિમલા: મધ્યપ્રેદશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને જીત અપાવ્યા બાદ અધ્યક્ષ રાહુલ ગાંધી શિમલામાં વેકેશનની મજા માણી રહ્યા છે. રાહુલ ગાંધીએ બુધવારે બહેન પ્રિયંકા ગાંધીનું ઘર નિહાળવા છરાબડા પહોંચ્યા હતાં. આ દરમિયાન રાહુલે સફરજનનો બગીચોમાં પણ એક લટાર મારી હતી. જ્યાં તેને ડ્રોન પણ ઉડાવ્યું હતું.