દિલ્હીમાં આયોજિત 'જન આક્રોશ રેલી'માં ભાષણ આપવા માટે 5 મિનીટ બાદ ફરીથી કાર્યકર્તાઓને સંબોધિત કરવા પહોંચ્યા. તેમને કહ્યું કે, આ વખતે તે દેશના ખુણા-ખુણામાંથી આવેલા કાર્યકર્તાઓને બતાવવા ઇચ્છે છે કે, કઇ રીતે તેમને ત્રણ દિવસ પહેલા પ્લેન યાત્રા દરમિયાન લાગ્યું કે હવે તેમનો જીન નહીં બચે અને તે અંદર હલી ગયા હતા.
2/5
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું બે-ત્રણ દિવસ પહેલા કર્ણાટક જઇ રહ્યો હતો, હું પ્લેનમાં સવાર હતો. પ્લેન અચાનક 8 હજાર ફૂટ નીચે આવી ગયું. હું અંદરથી હલી ગયો અને લાગ્યું કે, હવે ગાડી ગઇ. ત્યારે મને કૈલાશ માનસરોવર યાદ આવ્યું. હવે હું તમારી પાસેથી 10 થી 15 દિવસ માટે લીવ ઇચ્છું છું જેથી કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકું.'
3/5
નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરવારે તે સમયે એક ભયાનક સ્થિતિમાં ફસાઇ ગયા જ્યારે તેમના ચાર્ટર્ડ પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. ઘટના તે સમયે બની જ્યારે રાહુલ ગાંધી પોતાના કેટલાક સહયોગીઓ સાથે દિલ્હીથી કર્ણાટકના રસ્તામાં હતા. જોકે સમય પહેલા જ પ્લેનને હુબલીમાં સુરક્ષિત ઉતારી દીધું હતું. કોંગ્રેસના વરિષ્ઠે આ આખા મામલાની ગંભીરતાથી તપાસ કરવાની માંગ કરી હતી. વળી, ડીજીસીએએ કહ્યું કે, ઓટો પાયલટ (મૉડ)માં કોઇ ગરબડી હતી અને પાયલટે પછીથી તેને મેન્યૂઅલ (મૉડ)માં નાંખ્યું અને વિમાનને સુરક્ષિત ઉતાર્યુ હતું.
4/5
રાહુલે આ પ્લેનની ઘટના વિશે પહેલા ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા રાહુલ ગાંધી કર્ણાટક ચૂંટણીના કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો રજૂ કરવા બેંગ્લુર પહોચ્યા હતા, તે દરમિયાન તેમને પ્લેનમાં આ અનુભવ થયો હતો. હવે રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટક ચૂંટણી બાદ તે કૈલાશ માન સરોવર યાત્રા પર જશે, જેમાં 15 દિવસનો સમય લાગશે. આ દરમિયાન તે રાજનીતિથી દૂર રહેશે.
5/5
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે દિલ્હીમાં એક જન આક્રોશ રેલીમાં એક સ્ટૉરી સંભળાવી. રાહુલે જણાવ્યું કે, થોડાક દિવસો પહેલા તે કર્ણાટક માટે રવાના થયા હતા અને અચાનક લાગ્યું કે હવે પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થઇ જશે અને જીવ નહી બચી શકવાનો. રાહુલનું માનીએ તો પ્લેનમાં તે અંદર હલી ગયા હતા.