શોધખોળ કરો
રાહુલ ગાંધીની ફટકાર બાદ સીપી જોશીએ માંગી માફી, PM મોદી-ઉમા ભારતીની જાતિને લઈને આપ્યું હતું વિવાદિત નિવેદન
1/4

જોશીના નિવેદનને લઈને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ તેમના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કૉંગ્રેસ નેતાનું આ નિવેદન ચોંકાવનારું છે. સીપી જોશીએ ધર્મ વિશે આવું નિવેદન નહીં આપવું જોઈએ. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે- ઉમા ભારતી કોઈ જાતિની છે? મોદી કોઈ જાતિના છે? માત્ર બ્રાહ્મણ જ હિંદુ ધર્મની વાત કરી શકે છે.
2/4

નવી દિલ્હી: વડાપ્રધાન નેરન્દ્ર મોદી અને ઉમા ભારતી વિરુદ્ધ વિવાદિત નિવેદન બાદ સીપી જોશીએ રાહુલ ગાંધીની ફટકાર બાદ માફી માંગી લીધી છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફટકાર બાદ સીપી જોશીએ કહ્યું કે મારા નિવેદનથી જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો તેના માટે હું દિલગીર છું.
Published at : 23 Nov 2018 02:34 PM (IST)
View More





















