શોધખોળ કરો
રાજસ્થાનમાં BJPને ઝટકો, આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં થઈ શકે છે સામેલ, જાણો વિગત
1/5

માનવેન્દ્ર સિંહ બાડમેરના પચપદરામાં 22 સપ્ટેમ્બરના રોજ સ્વાભિમાન રેલી કરી રહ્યા છે. જેમાં તેમના સમર્થકો અને રાજપૂત સમુદાયના લોકો મોટી સંખ્યામાં સામેલ થઈ શખે છે. આ રેલી તેમની ભવિષ્યની રાજનીતિના રસ્તો નક્કી કરશે. માનવેન્દ્ર સિંહે કહ્યું કે લોકો જે નિર્ણય કરશે તેનું હું પાલન કરીશ. આ લોકતાંત્રિક ફેંસલો હશે.
2/5

જસવંત સિંહ અને સીએમ વસુંધરા રાજે વચ્ચે પહેલા સારા સંબંધો હતો પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેમાં ખટાશ આવી ગઈ છે. જેનું પરિણામ એ હતું કે 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ બાડમેરમાં જસવંત સિંહને ટિકિટ આપવાના બદલે કર્નલ સોનારામ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. જસવંતની ટિકિટ કપાવા પાછળ વસુંધરા રાજે મુખ્ય કારણ માનવામાં આવતી હતી.
Published at : 04 Sep 2018 03:19 PM (IST)
View More





















