આ દરમિયાન જ્યારે મીડિયાએ ધોનીને અભિનંદન આપીને પૂછ્યું હતું કે તમે પિતા બન્યા છો. શું તમે પોતાની દીકરીને મળવા માટે ભારત પાછા ફરશો. તો ધોનીએ કહ્યું હતું કે, હું હાલમાં નેશનલ ડ્યુટી પર છું બાકી તમામ ચીજો રાહ જોઇ શકે છે. મારા માટે દેશ પ્રથમ છે.
3/7
નવી દિલ્હીઃ કોઇ પણ વ્યક્તિના જીવનમાં સૌથી મોટી ખુશી પિતા બનવાની હોય છે પરંતુ જરા વિચારો કે આ ખુશી દરમિયાન તમે ત્યાં હાજર ના હોય તો. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે આવું જ થયું છે.
4/7
જાડેજાએ પોતાના પરિવાર કરતા ટીમને વધુ મહત્વ આપી ધોનીની જેમ મહાન થઇ ગયો છે. 2015માં જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની દીકરી જીવાનો જન્મ થયો હતો ત્યારે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયો હતો અને તે 3 મહિનાનો પ્રવાસ હતો.
5/7
જાડેજા બુધવારે રાત્રે એક દીકરીના પિતા બન્યા હતા પરંતુ તે ચેમ્પિયન ટ્રોફી માટે ઇગ્લેન્ડમાં છે જેથી દીકરીને જોઇ શક્યા નહીં. જાડેજાની પત્ની રીવાબાએ રાજકોટની સ્ટલિંગ હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે 1:16 વાગ્યે દીકરીને જન્મ આપ્યો હતો.
6/7
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારતીય ટીમ ઇગ્લેન્ડથી સીધી લાંબા પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ જવાની છે. જોકે, જાડેજા પોતાની દીકરીને જોવા માટે ઇગ્લેન્ડથી સીધો ભારત આવે તેવી સંભાવના છે. ત્યારબાદ તે વેસ્ટ ઇન્ડિઝમાં પોતાની ટીમ સાથે જોડાશે.
7/7
જાડેજા અને રીવાબાના લગ્ન છેલ્લા વર્ષે 17 એપ્રિલના રોજ થયા હતા.જાડેજાએ પોતાની દીકરીને પ્રથમવાર વીડિયો કોલિંગ મારફતે જોઇ હતી. ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન ટ્રોફી 18 જૂન સુધી ચાલશે. જો ભારત ફાઇનલમાં પહોંચે છે કે નહીં તેના પર ટીમ ઇન્ડિયાની સફર ક્યાં સુધી ચાલશે તેનો આધાર રહેશે.