શોધખોળ કરો
EDએ રોબર્ટ વાડ્રાની બે કલાક કરી પૂછપરછ, લંચ બ્રેક બાદ ફરી કાર્યવાહી થશે
1/3

બુધવારે વાડ્રા રજૂ થયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે રોબર્ટ વાડ્રા ગુનેગાર છે, સંબિત પાત્રાએ વાડ્રાની લંડન અને દિલ્હીની સંપતિને લઈને તેમને નિશાને લીધા હતા. ભાજપનો દાવો છે કે વાડ્રાએ આ સંપતિ ગેરકાયદેસર રીતે મેળવી છે.
2/3

નવી દિલ્હી: મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાએ આજે ફરી EDની સમક્ષ હાજર થયા છે. રોબર્ટ વાડ્રા સવારે 11.35 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા હતા. ગઈ કાલે EDએ 6 કલાક સુધી વાડ્રાની પૂછપરછ કરી હતી. ગુરૂવારે EDએ રોબર્ટ વાડ્રાની વધુ પૂછપરછ કરી હતી. બે કલાકની પૂછપરછ બાદ લંચ બ્રેક માટે વાડ્રાને રજા આપવામાં આવી હતી. લંચ બ્રેક બાદ સવાલોના જવાબ આપવા વાડ્રા પરત આવશે. અત્યાર સુધી 2 કલાકની પુછપરછમાં આશરે 20 સવાલ પુછવામાં આવ્યા છે, આજે આશરે 40 સવાલ પુછવામાં આવશે.
Published at : 07 Feb 2019 03:25 PM (IST)
View More





















