શોધખોળ કરો
લગ્ન સમારોહમાં સાધ્વીએ કર્યું ફાયરિંગ, એક મહિલાનું મોત, ચાર લોકો ઘાયલ
1/5

કરનાલઃ હરિયાણાના કરનાલમાં એક કથિત સાધ્વીએ લગ્ન સમારોહમાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ આરોપી સાધ્વી દેવા ઠાકુર અને તેના તમામ સુરક્ષા ગાર્ડ ફરાર થઇ ગયા હતા.
2/5

મોતનો ખેલ ખેલવાનો આરોપ સાધ્વી અને તેના સાથે આવેલા સિક્યુરિટી ગાર્ડ પર છે. લગ્ન સમારોહનું આયોજન કરનાલના સાવિત્રી પેલેસમાં કરવામાં આવ્યું હતું. પોતાની ઓળખ સાધ્વી તરીકે આપતી આ યુવતી 4 હથિયાર બંધ સુરક્ષાકર્મીઓ સાથે આવી હતી.
Published at : 16 Nov 2016 01:33 PM (IST)
Tags :
MarriageView More





















