રેલીને સંબોધિત કરતા શરદ યાદવે કહ્યું હતું કે, વસુંધરાને આરામ આપો, ખુબ થાકી ગયા છે. ખુબ જાડા થઈ ગઈ છે. પહેલાં પાતળા હતા. અમારા મધ્યપ્રદેશની પુત્રી છે.
2/5
શરદ યાદવે લોકોને કોંગ્રેસ ઉમેદવારને સમર્થનમાં વોટ આપવાની અપીલ કરી હતી અને વસુંધરા સરકારને ઉખાડી ફેંકવા કહ્યું હતું.
3/5
શરદ યાદવની ટિપ્પણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો પર ઘણાં લોકોએ નારાજગી પણ જતાવી છે.
4/5
શરદ યાદવ અલવરની મુંડાવર સીટ પરથી કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારના સમર્થનમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા.
5/5
પૂર્વ કેન્દ્રિય મંત્રી અને જેડીયૂના પૂર્વ નેતા શરદ યાદવે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પર એક વિવાદિત ટિપ્પણી કરી હતી. રાજસ્થાનના અલવરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે શરદ યાદવે કહ્યું હતું કે, રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે જાડા થઈ ગઈ છે અને હવે તેમને આરામ આપવાની જરૂર છે. જોકે, વસુંધરાને તેમણે મધ્યપ્રદેશની પુત્રી ગણાવી હતી.