સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસના નરીમન પોઈન્ટ શાખાના ઇન્ચાર્જે આ બાબત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, EOWના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ફરીયાદ નોંધવામાં આવી છે અને સાયબર નિષ્ણાતો તપાસમાં મદદ કરી રહ્યા છે.
2/3
મુંબઈ: મુંબઇ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની શાખામાં સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. હેકર્સે બેંકની નરીમન પોઇન્ટ શાખામાંથી 143 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. શાખાએ આ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાને ફરિયાદ નોંધાવી છે.
3/3
5 ઓક્ટોબરે નોંધાયેલી ફરિયાદમાં, એવું કહેવામાં આવ્યું છે કે હેકરોએ બેંકના સર્વરને હેક કર્યું હતુ. આ પછી તમામ એકાઉન્ટ્સ સુધી તેઓ પહોંચ્યા હતા. હેકરોએ ભારતની બહારના ઘણા ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યા છે. સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની નરીમન પોઇન્ટ શાખા રહેજા સેન્ટરના 15માં માળ પર સ્થિત છે. 9 મહિનાની અંદર બેંકોમાં થયેલ સાયબર છેતરપિંડીનો આ ત્રીજો મોટો કેસ છે.