તેમણે કહ્યું હતું કે, સંઘ આત્મા અને ચરિત્રની શુધ્ધિ કરે છે અને લોકોના આત્માની શુધ્ધિ માટે એક આંદોલન ચલાવવુ જોઇએ કે જેથી સમાજ અને દેશનો વિકાસ થાય. તેમણે કહ્યુ હતુ કે, સંઘ અસ્પૃશ્યતા અને જ્ઞાતિવાદની વિરૂધ્ધ છે. તેમણે તહેવારો દરમિયાન ચાઇનીઝ માલનો બહિષ્કાર કરવા પણ હાકલ કરી છે.
2/4
બીજી તરફ પશ્ચિમી સંસ્કૃતિમાં પ્રેમનુ વેપારીકરણ થયું તેથી વેલેન્ટાઇન ડેની શરૂઆત થઇ. આ વેલેન્ટાઈન ડે હવે બળાત્કાર, બાપ વગરના બાળકો અને મહિલાઓ વિરૂધ્ધ વધતી હિંસા માટે જવાબદાર છે. તેમણે કહ્યુ હતુ કે, માત્ર ભારત જ નહી પણ સમગ્ર વિશ્વ આ સમસ્યાનો સામનો કરે છે.
3/4
ઇન્દ્રેશકુમારે સંઘના સ્વયં સેવકોના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ભારતમાં પ્રેમમાં પવિત્રતા છે પરંતુ પશ્ચિમી સભ્યતાએ આવા ઉત્સવોનું વેપારીકરણ કરી નાખ્યુ છે. ભારતમાં પ્રેમ પવિત્ર છે, આ પ્રેમ રાધાકૃષ્ણ, લૈલા-મજનુ અને હિર-રાંઝાની વાર્તાઓ દ્વારા જણાવી શકાય છે.
4/4
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઇન્દ્રેશકુમારે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું છે કે, ભારતમાં મહિલાઓ પર વધતા બળાત્કાર, મહિલાઓ વિરૂધ્ધ વધતી હિંસા અને સ્ત્રીઓ વગર લગ્ને માતા બને છે તે માટે પશ્ચિમી સંસ્કૃતિનો વેલેન્ટાઇન ડે જવાબદાર છે.