મહારાજ દ્વારા ઈન્કાર કરવા પર તેણે કહ્યું હતું કે, તારી પાસે એક વર્ષનો સમય છે. આ દરમિયાન તેણે મહારાજ પાસેથી બહેનના લગ્ન અને કપડાં, જ્વેલરી મોબાઈલના નામ પર અંદાજે 25 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. પલક દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ જૂનમાં પૂરું થઈ રહ્યું હતું. તેણે કહ્યું કે, 16મી જૂનના રોજ તેની સાથે લગ્ન નહી કરે તો શનિ ઉપાસક મહારાજ જેવી સ્થિતિ કરી દેવાશે.
2/4
વોટ્સએપ પર અશ્લીલ ચેટિંગ કરી રેકોર્ડ સેવ કરી લેતી હતી. આ બધાંની વચ્ચે મહારાજને શિવપુરીની રહેવાસી આયુષી સાથે પ્રેમ થઈ ગયો હતો અને 17મી એપ્રિલ 2017ના રોજ લગ્ન કરી લીધા હતાં. પલકને તેની ખબર પડી અને તેમને લગ્નનું દબાણ કરવા લાગી હતી.
3/4
પલકની મહારાજની પહેલી પત્ની માધવીના મોત બાદ કેયર ટેકર તરીકે એન્ટ્રી થઈ હતી. થોડાંક સમય બાદ તેણે મહારાજની એકલતાનો ફાયદો ઉઠાવ્યો અને પ્રેમ સંબંધ બાંધી લીધા હતા. પલક તેમના બેડરૂમમાં જ રહેવા લાગી હતી. મહારાજની તિજોરીમાં જ કપડાં મૂકતી હતી. તે મહારાજ સાથે લગ્ન કરવાનું ષડયંત્ર રચવા લાગી હતી.
4/4
હાઈપ્રોફાઈલ આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજના મોતના ઘણાં સમય બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં તેમને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં પોલીસે 25 વર્ષની યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. તેમાં ભૈયુજી મહારાજના બે સહયોગી પણ સામેલ છે. ડીઆઈજી હરિનાયારણાચારી મિશ્રાએ કહ્યું કે, આ કેસમાં પલક, વિનાયક દુધાડે, અને શરદ દેશમુખની ધરપકડ કરાઇ છે.