નવી દિલ્હીઃ લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરના સીઇઓ અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓને લોકસભાના સાંસદ અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળની સંસદીય સમિતિ દ્વારા ભારત આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે સાંસદના આ આમંત્રણને ટ્વિટર દ્વારા નકારી દેવામાં આવ્યું છે. આ લોકોને આઇટી માટે બનેલી સંસદીય સમિતિ દ્વારા ભારત બોલાવવામાં આવ્યા હતા.
2/3
સંસદીય સમિતિ એ 1 ફેબ્રુઆરીએ ટ્વીટરને એક પત્ર મોકલી આમંત્રણ આપ્યું હતું. આ સંબંધમાં, મીટિંગ 7 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી હતી, પરંતુ તેને મોકુફ રાખીને ફરી 11 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે જેથી ટ્વિટરના સીઇઓ જેક્સ ડોર્સિ સહિતના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને પૂરતો સમય મળી શકે.
3/3
આ સમિતિ સોશિયલ મીડિયા પર લોકોના હિતોને કેવી રીતે વધુ સુરક્ષિત કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવા માગતી હતી. આ માટે તેમને 10 દિવસનો સમય ફાળવવામાં આવ્યો હતો. ટ્વિટર દ્વારા આ સમયને ઓછો ગણાવવામાં આવ્યો હતો.