આઇજીપીએ જણાવ્યું કે, સંદીપ ઘાટીમાં એક અલગ નામ રાખીને રહેતો હતો. સ્થાનિક લોકો તેને આદિલના નામથી ઓળખતા હતા. સંદીપની મદદથી આતંકીઓએ એટીએમ લૂંટ, હથિયાર લૂંટવા અને આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. લશ્કરના માસ્ટરમાઇન્ડ બશીરનું જ્યાં એન્કાઉન્ટર થયું હતું ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
2/4
મુનીર ખાને કહ્યું કે, સંદીપ શર્માનું નામ એસએચઓ ફિરોઝ ડાર અને પાંચ અન્ય પોલીસ કર્મીઓની હત્યામાં સામેલ છે. ગુનેગારો કાશ્મીરમાં લશ્કર-એ-તૌયબામાં સામેલ થઇ રહ્યા છે. તે વર્ષ 2010માં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર આવ્યો હતો.
3/4
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાંથી લશ્કર-એ-તૌયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીનું નામ આદિલ ઉર્ફ સંદીપ કુમાર શર્મા છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ વાતની જાણકારી આપી છે. આ આતંકી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી છે અને ઘણા સમયથી પોલીસ તેને શોધી રહી હતી.
4/4
જમ્મુ-કાશ્મીરના આઇજીપી મુનીર ખાને પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે, લશ્કર-એ-તૌયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ કુમાર શર્મા નામનો આ વ્યક્તિ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. મુનીર ખાને જણાવ્યું કે, આ વ્યક્તિ અનેક આતંકી હુમલામાં સામેલ રહી ચૂક્યો છે. તેના પિતાનું નામ રામ શર્મા છે.