આ દરમિયાન તમામ યુવક સગીરાના કપડા ઉતારવાનો પ્રયાસ કરે છે. સગીરા આજીજી કરતા કહે છે કે નહીં ભૈયા, નહીં ભૈયા, છોડ દો, કપડે મત ઉતારો. વીડિયોમાં એક બાઇક રસ્તા પર પડેલું જોવા મળી રહ્યું છે. બની શકે છે કે યુવતી બાઇક પર જઇ રહી હશે અને ગુંડાઓએ તેને ઘેરી લીધી હશે.
2/3
વીડિયોમાં જોઇ શકાય છે કે એક સગીરાને એક સાથે લગભગ અડધો ડઝન યુવકો ઘેરી લે છે અને તેના કપડા કાઢવા લાગે છે. પીડિતા અનેકવાર યુવકોને છોડી દેવા આજીજી કરે છે પરંતુ તેમ છતાં યુવકો છોડતા નથી. કેટલાક યુવકો તેનો વીડિયો પણ બનાવતા જોવા મળી રહ્યા છે.
3/3
પટણાઃ બિહારના જહાનાબાદમાં એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક યુવકો એક સગીરાને ઘેરીને જાહેરમાં રસ્તા પર તેના કપડા ઉતારતા જોવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને બે લોકોની ધરપકડ પણ કરાઇ છે.