આ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં યોજાનારી ભાજપા અધ્યક્ષ અમિત શાહની રથયાત્રાને અનુમતિ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ રથયાત્રા 7 ડિસેમ્બરે કુચબિહારમાં યોજાવાની હતી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભાજપા અધ્યક્ષ અમિત શાહની રથયાત્રાથી રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ પેદા થઇ શકે છે.
2/4
પાર્ટી નેતા પંકજ ઘોષે કહ્યું કે, અહીં સાંપ્રદાયિક ભાષણ કર્યું છે જેનાથી આ સ્થળ અપવિત્ર થઇ ગયું છે. આ ભૂમિ ભગવાન મદનમોહનની છે. તેથી હિંદુ પરંપરા અનુસાર અમે અપવિત્ર થઇ ગયેલી જગ્યાને સાફ કરી છે.
3/4
ઉલ્લેખનીય છે કે, ભાજપની રથયાત્રા શરૂ થાય તે પહેલા તૃણમુલ કૉંગ્રેસ પાર્ટીએ એલાન કર્યું હતું કે, ભાજપની રથયાત્રા જે રસ્તા પરથી પસાર થશે તેને ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધ કરીશું.
4/4
કોલકતા: પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં આયોજીત ભાજપાની ‘ગણતંત્ર બચાવો’ રેલી બાદ તૃણમુલ કૉંગ્રેસ પાર્ટી(ટીએમસી)ના કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. ભાજપની રેલી બાદ ટીએમસીના કાર્યકર્તાએ તે જગ્યાને ગંગાજળ અને ગાયના છાણથી સાફ કરી હતી.