આ અંગેની વિગોત એવી છે કે, પંજાબમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં યુવકે 17 જૂન, 2014માં મેરઠની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય સુધી તો બરાબર ચાલતું હતું, પરંતુ સૈન્યમાં ફરજ બજાવતો તેનો નાનો ભાઇ વેકેશનમાં આવે, ત્યારે પત્નીનો મિજાજ બદલાઇ જતો હતો.
2/6
વાત ગંભીર બનતાં આ સમગ્ર મામલો સ્પેશિયલ સેલમાં ગયો હતો. અહીં સહાયક બાળવિવાહ નિષેધ અને મહિલા સંરક્ષણ અધિકારી દેવેન્દ્ર શર્માએ બંને પક્ષોને વાતચીત માટે બોલાવતાં પત્નીએ પતિની સાથે રહેવાની સ્પષ્ટપણે ના પાડી દીધી અને છૂટાછેડા માંગી લીધા હતા. એટલું જ નહીં, મહિલાએ લગ્ન પર ખર્ચ થયેલા 10 લાખ રૂપિયા પણ માંગ્યા. હવે પતિએ કોર્ટમાં અરજી દાખલ કરીને પત્ની અને દીકરીની કસ્ટડી માંગી છે.
3/6
18 મે, 2017ના રોજ તેને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. જોકે, તેની પત્નીએ જન્મ પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમમાં તેના દીયરનું નામ લખાવ્યું હતું. એટલું જ નહીં, દીકરીના જન્મ પછી તે દિયર સાથે રહેવા લાગી હતી. જેથી યુવકે મહિલા પોલીસ સ્ટેશનમાં પત્ની અને દીકરીને મેળવવા માટે અરજી આપી હતી.
4/6
હરિયાણાઃ યમુનાનગરમાં યુવતીના તેના સગા દિયર સાથે અનૈતિક સંબંધનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. લગ્નના ત્રણ વર્ષ પછી યુવતી તેના આર્મીમાં ફરજ બજાવતાં દિયરના પ્રેમમાં પડી હતી અને દીકરીને જન્મ આપ્યા પછી દિયર સાથે રહેવા જતાં પતિએ દીકરી અને પત્નીની કસ્ટી માટે કોર્ટમાં ગુહાર લગાવી છે.
5/6
આ વાતને લઈને પરિવારમાં ઝઘડા થવા લાગ્યા હતા. યુવક પત્ની સાથે આ મુદ્દે વાત કરે તો તે યુવકના નાના ભાઈના રૂમમાં જઈને બેસી જતી હતી. એટલું જ નહીં, યુવતી લગ્નના ત્રણ વર્ષ પછી પિયર ચાલી ગઈ ત્યારે પણ તે યુવકના ભાઈના સંપર્કમાં હતી.
6/6
યુવકે કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પહેલા તો તેનો ભાઈ આર્મીમાંથી ખૂબ ઓછો રજા પર આવતો હતો, પરંતુ તેના લગ્ન પછી તે વારંવાર રજા લઈને ઘરે આવવા લાગ્યો હતો. પહેલા તો તેમની સમજમાં કંઈ આવ્યું નહીં, પરંતુ પત્નીને પોતાના જ નાના ભાઈ સાથે શારીરિક સંબંધની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.