તેમણે કહ્યું કે, કર્મચારીઓ પર સતત કામના ભારણને તેના પરિવાર પર પણ તેની ઊંધી અસર પડી રહી છે. લોકોનું પારિવારિક અને સામાજિક કામકાજ પ્રભાવિત થઈ રહ્યું છે.
2/4
તૃમણૂલ કોંગ્રેસના સાંસદ અને યૂનિયનના અધ્યક્ષ સિસિર અધિકારીએ કહ્યું કે, મૈસૂર અને સાલબોનીમા પ્રિન્ટિંગ પ્રેસના અનેક કર્મચારીઓ બીમાર પડી રહ્યા છે. 14 ડિસેમ્બરથી તમામ કર્મચારીઓને અધિકારીઓ દ્વારા 12 કલાકની શિફ્ટમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા જેથી ઝડપથી બજારમાં રોકડનો જથ્થો પૂરો પાડી શકાય.
3/4
રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ (બીઆરબીએનએમપીએલ)ના કર્મચારી યૂનિયનના અધિકારીઓએ એક નોટિસ જારી કરીને કહ્યું છે કે, 14 ડિસેમ્બરથી સતત ઓવરટાઈમ શિપ્ટ માં કામ કરવાને કારણે અનેક કર્મચારીઓ બીમાર પડી રહ્યા છે.
4/4
સાલબોનીઃ પશ્ચિમ બંગાળના સાલબોનીના પ્રિન્ટિંગ પ્રેસમાં વિતેલા ઘણાં દિવસથી સતત નોટનું છાપકામ ચાલુ છે. દિવસ રાત કામ કરવાને લીધે નોટો છાપતા કર્મચારીઓ હવે શારીરિક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. અહીં કર્મચારી સતત બીમાર પડી રહ્યા છે. કામનો ભાર હોવાથી કર્મચારીઓએ ઓવરટાઈમ કવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે. પ્રેસના કર્મચારીઓના એક વર્ગે અધિકારીઓને જાણકારી આપી છે કે તે નવ કલાકથી વધારે સમય સુધી કામ નહીં કરે.