ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં 12 કિલોમીટર લાંબો રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગો લહેરાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો. આ ધ્વજ શહેરના મહૂ નાકા પાસેથી ચાણક્યપુરી ચોક સુધી લહેરાવવામાં આવ્યો હતો. આ પહેલા મથુરામાં 10 કિલોમીટર અને ગોરખપુરમાં 11 કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાવી વિશ્વ કીર્તિમાન બનાવાયો હતો.
2/3
આ પહેલા ઈંન્દોરમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આઝાદી મહોત્સવ મુજબ રવિવારે સવારે ઈન્દોરના દેવી અહિલ્યા એરપોર્ટથી મિની મેરેથોનનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યમાં શહેરના યુવાનો અને બાળકોએ ભાગ લીધો હતો.
3/3
આ ત્રિરંગાના બે પંક્તિઓમાં 6 કિલોમીટર લંબાઈમાં સેંકડો યુવાઓને પકડી રાખ્યો હતો. આ કાર્યક્રમાં હિંદુ મુસ્લિમ, શિખ, ઈસાઈ તમામ ધર્મના લોકોએ હાજરી આપી હતી. જેમાં સમાજના 40થી વધારે વર્ગના લોકોએ પારંપરિક વેશભૂષામાં કદમતાલ કર્યા, જ્યારે સુરક્ષા દળોએ માર્ચપોસ્ટ કર્યું.