કોટામાં અલગ અલગ જગ્યા પર એલઇડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. બાબા રામદેવ પોતાના ગુરુકુળમાં આચાર્યો અને વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 4 દિવસથી કોટામાં છે. બાબા રામદેવે કહ્યું કે વસુંધરા રાજેના કોટા આવ્યા બાદ અહીં પતંજલિ યોગપીઠનું આશ્રમ ખોલવાની યોજના પણ છે.
2/4
બાબા રામદેવનો દાવો છે કે, રેકોર્ડને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવા માટે અધિકારીઓ પણ કોટામાં આવ્યા છે. દર 50 લોકો પર એક વોલંટિયર રહેશે જે મોનિટર કરશે કે જેટલા લોકો યોગ કરી રહ્યા છે તે વ્યવસ્થિત કરે છે કે નહીં.
3/4
વિશ્વ યોગ દિવસે સતત 10 કલાક 25000 વખત પુશઅપ કરવામાં આવશે. કપાલભાટિ 21 કલાક સુધી થશે, યોગ મેરાથન 53 કલાક સુધી, સૂર્ય નમસ્કાર 100 કલાક, અર્ધ મત્સ્યાસન 3 કલાક, જલ યોગ 24 કલાક અને વક્રાસન 3 કલાક સુધી કરવામાં આવશે.
4/4
કોટા: આતંરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ ગુરુ બાબા રામદેવ રાજસ્થાનના કોટા જિલ્લામાં યોગમાં 100 થી વધુ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઇ રહ્યા છે. બાબા રામદેવ કોટામાં બે થી અઢી લાખ લોકો સાથે ગુરુવારે સવારે 5 થી 7.30 વાગ્યા સુધી યોગ કરશે. જેમાં 6.30 થી 7.30 વાગ્યા સુધી યોગની અલગ અલગ વિદ્યાથી વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવશે.