(Source: ECI/ABP News/ABP Majha)
Monsoon Health Tips: ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરો
ચોમાસામાં બીમારીને દૂર રાખવા માટે સિઝનલ ફળોને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને પાચનતંત્રને પણ મજબૂત કરે છે.
Fruits In Monsoon: ચોમાસામાં બીમારીને દૂર રાખવા માટે સિઝનલ ફળોને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને પાચનતંત્રને પણ મજબૂત કરે છે.
ચોમાસમાં આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. આ ઋતુમાં પાચનતંત્ર પણ ઘણું ધીમું પડી જાય છે. ખોરાક પચાવવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તમારે ઋતુ પ્રમાણે આહારમાં થોડો ફેરફાર કરવો જ જોઈએ. ચોમાસામાં આવા ફળોનું સેવન કરવું જોઈએ જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે. જે પાન જે ફળો ખાઈ રહ્યા છો તેનાથી પેટમાં ઈન્ફેક્શનનો કોઈ ખતરો ન રહે અને પાચનતંત્ર પણ મજબૂત બનશે.
ચોમાસાની ઋતુમાં પાણી વાળા ફળો ખાવાથી બચવું જોઇએ. ખાસ કરીને ચોમાસામાં તરબૂચ ન ખાવું જોઇએ. આજે અમે આપને એવા પાંચ ફળો વિશે જણાવી રહ્યાં છે, જે ચોમાસામાં ખાવા સ્વાસ્થ્ય માટે હિતકારી છે.
ચોમાસામાં આ પાંચ ફળો અવશ્ય ખાઓ
સફરજન
સફરજનમાં ડાઇટ્રી ફાઇબર્સ હોય છે. જે પાચનને મજબૂત બનાવે છે. સવારે ખાલી પેટે એક સફરજને ખાવાથી ભરપૂર એનેર્જી મળે છે. સફરજ એવું ફળ છે. જે દરેક સિઝનમાં ખાવું સ્વાસ્થ્ય માટે હિતકારી છે.
લીચી
લીચી પણ મોનસૂનમાં આપને દુરસ્ત રાખશે. જેમાં એન્ટીવાયરલ ગુણ હોય છે. જે આપને મોનસૂનમાં સ્વસ્થ રાખશે.તે ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે જો કે રસદાર લીચીમાં ક્યારેક કીડા પણ પડી જાય છે. જેથી બરાબર તપાસ કરીને જ ખાવી જોઇએ.
દાડમ
દાડમ પણ પાચનતંત્રને દૂરસ્ત કરે છે. દાડમ પણ સફરજનની જેમ એવરગ્રીન ફ્રૂટ છે,. જે દરેક સિઝનમાં મળે છે અને ખાઇ શકાય છે.જે રેડ સેલ્સ વધારે છે અને તેમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે.
પપૈયું
સદાબહાર ફળોમાં પપૈયાનો પણ સમાવેશ થાય છે. તમે ચોમાસામાં પણ ખાઈ શકાય છે. જેના કારણે શરીરને ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો મળે છે. પપૈયું વિટામિન A અને વિટામિન C નો પણ સારો સ્ત્રોત છે. તેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
જલદાળું
ચોમાસાની સિઝનમાં આપ જલદાળું ખાઇ શકો છો. આ મોનસૂનનું સ્વાદિષ્ટ અને ગુણકારી ફળ છે. તેમાં વિટામિન સી, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે ઇમ્યુનિટી બૂસ્ટર ફ્રૂટ છે
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.