પાયલ પહેરવાથી સ્વાસ્થ્યલક્ષી થાય છે આ ગજબ ફાયદા, જાણો ચાંદીના નુપુરનું હેલ્થની દષ્ટીએ શું છે મહત્વ
હિંદુ ધર્મમાં લગ્ન પછી પાયલ પહેરવી જરૂરી માનવામાં આવે છે. પાયલને પરિણીત મહિલાના સુહાગના ચિન્હ તરીકે પણ જુએ પરંતુ પગમાં એંકલેટ પહેરવી એ માત્ર રિવાજ કે ફેશન માત્ર જ નથી. તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
હિંદુ ધર્મમાં લગ્ન પછી પાયલ પહેરવી જરૂરી માનવામાં આવે છે. પાયલને પરિણીત મહિલાના સુહાગના ચિન્હ તરીકે પણ જુએ પરંતુ પગમાં એંકલેટ પહેરવી એ માત્ર રિવાજ કે ફેશન માત્ર જ નથી. તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
પગની સુંદરતા વધારવા માટે એંકલેટને માત્ર ફેશન માટે ધારણ નથી કરાતી. તેનાથી સ્વાસ્થ્યલક્ષી લાભ પણ થાય છે. તો જાણીએ શા માટે પરણિત મહિલાને પગમાં પાયલ પહેરવાની સલાહ અપાય છે.
પાયલ ખૂબ જ પ્રાચીન ઘરેણું છે. પ્રાચીન ભારતના હમ્પીના શિલ્પોને જોઈને જાણી શકાય છે કે ભારતમાં પાયલની પ્રથા ઘણી જૂની છે. આ મૂર્તિઓમાં પાયલ પહેરેલી એક મહિલા ઊભી છે. પાયલ ઘણા નામોથી ઓળખાય છે. પાયલ, ઝાંઝરી, નુપુર
સ્ત્રીઓના સોળ શણગારમાં પાયલનો પણ સમાવેશ થાય છે. બંગડીઓ, બિંદી, સિંદૂરની વીંટી સાથે, પાયલ પણ સોળ શણગારમાં સામેલ છે. આ કારણથી પરિણીત મહિલાઓ હંમેશા પગમાં પાયલ પહેરે છે. પાયલ પણ સુહાગ સાથે જોડાતી જોવા મળે છે. સિલ્વર એંકલેટ પહેરવાના સ્વાસ્થ્યલક્ષી અનેક કાયદા છે.
ચાંદીની જ પાયલ કેમ
ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રમાની ઉત્પતિ ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેથી ચાંદીને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ સાથે એવું કહેવાય છે કે ચાંદીની પાયલ મહિલાઓની સુરક્ષા કરે છે. ચાંદીની પાયલ દૈવી શક્તિઓને આકર્ષે છે. વળી, પાયલને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ઘુંઘરૂની રીંગ વાગવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.
ચાંદીની જ પાયલ કેમ?
વિજ્ઞાન અનુસાર, ચાંદીમાં અન્ય ધાતુઓ કરતાં વધુ પ્રતિક્રિયાશીલતા હોય છે. ચાંદી પૃથ્વીની સાત ઊર્જા પર સરળતાથી પ્રતિક્રિયા કરવા સક્ષમ છે. તેથી જ સિલ્વર એંકલેટ પહેરવાનો નિયમ છે. પાયલ પેટ અને નીચેના અંગોની ફેટને જમા કરતા રોકે છે. ચાંદીની પાયલ પગમાં ઘર્ષણ કરતા હાડકાને મજબૂત કરે છે.