Health Tips: Winterમાં આપ પણ ક્રેક હીલથી પરેશાન છો? ટ્રાય કરો આ હોમમેડ પેક, કારગર છે ઉપાય
Health Tips: શિયાળામાં મહિલાઓને પગની એડી ફાટી જવાની અને તેમાં ચીરા પડી જવાની સમસ્યા સામાન્ય છે. એલોવેરા જેલનો હોમમેડ પેક ખૂબ જ કારગર છે.
Health Tips: શિયાળામાં મહિલાઓને પગની એડી ફાટી જવાની અને તેમાં ચીરા પડી જવાની સમસ્યા સામાન્ય છે. એલોવેરા જેલનો હોમમેડ પેક ખૂબ જ કારગર છે.
શિયાળાની ઋતુમાં મહિલાઓ તેમની શુષ્ક ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. શિયાળામાં માત્ર ચહેરો જ નહીં હાથ-પગની ત્વચા પણ ફાટવા લાગે છે. શિયાળામાં, સ્ત્રીઓને સૌથી વધુ એડીના ચીરાની સમસ્ય સતાવે છે. ક્યારેક આ સમસ્યા એટલી વધી જાય છે કે, દુખાવો થાય છે અને ચાલવામાં પણ તકલીફ પડે છે. પગના સૌંદર્યમાં પણ ક્રેકવાળી હીલ વિઘ્નરૂપ બને છે. અમે આપને અહીં એવા કેટલાક હોમમેઇડ પેક વિશે જણાવીશું. જે હીલ ક્રેકમાં ફાયદાકારક છે.
એલોવેરા જેલથી પેક બનાવો
હીલ ક્રેક માટે હોમમેડ ક્રિમ બનાવવા માટે એલોવેરા જેલ 2 ચમચી, ગ્લિસરીન 5 ટીપાં, નારિયેળ તેલ 2 ચમચી લો, તેને સારી રીતે મિક્સ કરી દો. આ પેક અપ્લાય કરતા પહેલા હીલને સ્ક્રર્બ કરો જેથી ડેડ સ્કિન નીકળી જાય. ત્યારબાદ આ પેક લગાવો.
મધનુ પેક બનાવો
કેટલીક મહિલાઓ દિનચર્યામાં ટી ટ્રી ઓઈલને ચોક્કસપણે સામેલ કરે છે, પરંતુ જો આપને કોઈપણ પ્રકારની ત્વચાની એલર્જીની સમસ્યા હોય તો તેનો ઉપયોગ ન કરો. આ પેક તૈયાર કરવા માટે મધ એક ચમચી, ટી ટ્રી ઓઈલ 3 ટીપાં, નાળિયેર તેલ એક ચમચી લો, તમામ સામગ્રીને હીલ સ્ક્રર્બ કર્યાં બાદ જ લગાવો નહિતો રિઝલ્ટ નહી મળે.
Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
સ્કિન કેર ટિપ્સ
આજકાલ લોકો સમયના અભાવના કારણે ફાસ્ટ ફૂડ તરફ વધુ વળ્યાં છે પરંતુ ફાસ્ટફૂડ સ્વાસ્થ્ય માટે જેટલું હાનિકારક જેટલું તેટલું આપની ત્વચા માટે પણ નુકસાનકારક છે. આજે લોકો પાસે પોતાના માટે પણ સમય નથી. આ કારણે તે પોતાના સ્વાસ્થ્ય પર યોગ્ય ધ્યાન નથી આપતાં. આમ તણાવભરી લાઇફસ્ટાઇલ અને અયોગ્ય આહારશૈલીના કારણે લોકો સમય પહેલા વૃદ્ધ થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે, આપ આપની આદતો બદલીને આપની જીવનશૈલીમાં સુધારો કરો. તે આપને સ્કિનને અકાળ વૃદ્ધ થતી રોકશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )