Shopping tips:ઓનલાઇન શોપિંગની આદત છે ? તો પહેલા આ ટિપ્સ સમજી લો, નહિ તો ભોગવવું પડશે નુકસાન
જો આપ ઓનલાઇન શોપિંગ કરતા હો તો ભૂલેચૂકે આ ચીજોની ખરીદી ઓનલાઇન કરવાનું ટાળો, તેનાથી નુકસાન થઇ શકે છે.
Shopping tips:જો આપ ઓનલાઇન શોપિંગ કરતા હો તો ભૂલેચૂકે આ ચીજોની ખરીદી ઓનલાઇન કરવાનું ટાળો, તેનાથી નુકસાન થઇ શકે છે.
આજકાલ ઓનલાઇન શોપિંગનું ટ્રેન્ડ ખૂબ જ છે. લોકોને ઘરે બેઠા વસ્તુઓ મળી જતી હોવાથી સમયના અભાવે લોકો ઓનલાઇન શોપિંગ કરવાનો આગ્રહ રાખે છે. જો કે કેટલીક વસ્તુઓ ઓનલાઇન ખરીદવાનું ટાળવું જોઇએ. જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે ઓનલાઇન ન ખરીદવી જોઇએ.
પરફ્યુમ
આપને પરફ્યુમની ઓનલાઈન ખરીદી કરવાનું ક્યારેય ન વિચારવું જોઈએ કારણ કે પરફ્યુમ ખરીદતી વખતે તેની સુગંધ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. કેટલીકવાર બે અલગ-અલગ બ્રાન્ડમાં એક જ વસ્તુની ગંધ થોડી અલગ હોય છે અને પરફ્યુમ એવી વસ્તુ છે, જે દરેકના વ્યક્તિગત ટેસ્ટ પર નિર્ભર છે. પરફ્યુમની સ્મેલ ઓનલાઈન ચકાસવાની તક મળશે નહીં, તેથી તેને ઓફલાઈન ખરીદવું એ વધુ સારો વિકલ્પ છે. જો કે, જો તમે ઓનલાઈન પરફ્યુમ ખરીદવા માંગતા હો, તો તમારું રેગ્યુલર પરફ્યુમ ઓર્ડર કરો અથવા તો પહેલા સ્ટોર પર જઈને વિવિધ બ્રાન્ડના પરફ્યુમ ચેક કરો અને પછી તમે તમારું મનપસંદ પરફ્યુમ ઓર્ડર કરી શકો છો.
મેકઅપ
ઓનલાઈન મેકઅપ ખરીદવો એ પણ બહુ સારો વિકલ્પ માનવામાં આવતો નથી. તમને ઓનલાઈન ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે, પરંતુ અહીં તમારે સમજવું જોઈએ કે મેકઅપ તમારી ત્વચાના સીધા સંપર્કમાં આવશે અને જો તેમાં કોઈ કઠોર રસાયણો હશે તો તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડશે. એટલું જ નહીં, તમને ડુપ્લિકેટ મેકઅપ પ્રોડક્ટ્સ ઓનલાઈન મળવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે, તેથી બને ત્યાં સુધી ઓનલાઈન મેકઅપ ખરીદવાનું ટાળો.
બિગ સાઇઝ અપ્લાઇન્સ
ઓનલાઈન આપને હોમ અપ્લાઇન્સ પર ઘણી ઑફર્સ મળે છે પરંતુ તેમ છતાં મોટા અને બિગ ગેજેટ્સને ઓનલાઈન ખરીદવું શાણપણની વાત નથી. હકીકતમાં, આવા ઉપકરણ ખરીદતી વખતે તમારે વારંવાર શિપિંગ ચાર્જ ચૂકવવો પડી શકે છે અને તેથી તે તે કિંમત વધી જતાં મોંઘું પડે છે.
ગાદલા
ગાદલું આરામદાયક હોવું જોઇએ અને તે અનેક ખૂબ જ પર્સનલ ચીજ છે. ગાદલાને વર્ચ્યુલી જોઇને તેની ક્વોલિટી જોઇ શકાતી નથી. ઓર્ડર આપ્યાં બાદ ફોટો અને પ્રોડક્ટરમાં તફાવત આવી શકે છે. આ સ્થિતિમાં આ તમામ વસ્તુઓ ઓનલાઇન ખરીદવી યોગ્ય નથી.