(Source: ECI/ABP News/ABP Majha)
સાવધાનઃ કોરોના કાળમાં માથામાં દુઃખે, શ્વાસ લેવામાં તકલીફ પડે કે છીંક આવે, તો જાણી લો શું કરવુ જોઇએ ને શું ના કરવુ જોઇએ........
કોરોના સંક્રમિત વ્યક્તિને સૌથી પહેલા માથામાં દુઃખાવો થાય છે. પછી તેને ખાંસી અને તાવ આવવા લાગે છે. ઘણીવાર પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને શ્વાસ લેવામાં તકલીફ પડવાની શરૂ થઇ જાય છે.
નવી દિલ્હીઃ વર્ષ 2020થી દેશ કોરોનાનો ઘાતક પ્રકોપ ઝીલી રહ્યો છે. આની પહેલી લહેરથી વધુ ખતરનાક બીજી લહેર હતી, જેને ભારતમાં લાખોની સંખ્યામાં લોકોના જીવ પણ લીધા. સ્થિતિ એટલી બધી ખરાબ થઇ ગઇ હતી કે મોતનો આંકડો સતત વધી રહ્યો હતો. જોકે હવે કોરોના સંક્રમણ થોડુ ઓછુ થયુ છે, પરંતુ થોડીક પણ બેદરકારી કૉવિડની ત્રીજી લહેરને દાવત આપી શકે છે. એટલે સાવધાની રાખવી ખુબ જરૂરી છે. ખરેખરમાં કોરોના વાયરસ એક પ્રકારના સંક્રમિત વાયરસ છે, અને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જો તમારે આનાથી બચવુ હોય તો સાવધાની જરૂરી છે.
કોરોના વાયરસના લક્ષણો-
કોરોના સંક્રમિત વ્યક્તિને સૌથી પહેલા માથામાં દુઃખાવો થાય છે. પછી તેને ખાંસી અને તાવ આવવા લાગે છે. ઘણીવાર પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને શ્વાસ લેવામાં તકલીફ પડવાની શરૂ થઇ જાય છે.
કોરોનાથી બચવાના ઉપાયો-
કોરોના વાયરસથી બચવા માટે તમામ લોકોએ પોતાના હાથ સાબુ અને પાણીથી વારંવાર ધોવા જોઇએ, અને પોતાના હાથોને સેનિટાઇઝરથી સાફ કરવા જોઇએ, જેનાથી સંક્રમણ ફેલાય નહીં, અને તાવ કે ફ્લૂથી પીડિત દર્દીની પાસે જવુ ના જોઇએ. કોરોના વાયરસ એક પ્રકારના સંક્રમિત વાયરસ છે, અને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.
તાવ કે ફ્લૂ થાય ત્યારે શું કરવુ-
ખાંસી ખાતા અને છીંકતી વખતે પોતાના નાક અને મોંને રૂમાલથી ઢાંકો.
પોતાના હાથોને રેગ્યુલર ધોવો.
ભીડભાડ વાળા વિસ્તારોમાં ના જાઓ.
ફ્લૂથી સંક્રમિત વ્યક્તિથી એક ગજની દુરી બનાવી રાખો.
દિવસમાં પુરેપુરી ઉંઘ લો, થાકથી બચો.
પાણી અને તરલ પદાર્થનુ સેવન કરો.
શું ના કરવુ-
ગંદા હાથોથી આંખ, નાક, મોંને ના અડકો.
કોઇની પણ મુલાકાત કરતી વખતે હાથ ના મિલાવો.
સાર્વજનિક સ્થાનો પર ના થૂંકો.
ડૉક્ટર સાથે ચર્ચા કે સલાહ વિના દવા ના લો.
વપરાયેલો નેપકિન, ટિશૂ પેપર ખુલ્લામાં ના ફેંકો.
સાર્વજનિક સ્થાન પર ધુમ્રપાન ના કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )