![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Teeth care tips: સફેદ દાંત માટે આ ઘરેલુ નુસખાને કરો ટ્રાય, જાણો અસરકારક ટિપ્સ
Teeth care tips: આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. એવા કેટલાક હેક્સ છે. જેના દ્રારા આપ પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.
![Teeth care tips: સફેદ દાંત માટે આ ઘરેલુ નુસખાને કરો ટ્રાય, જાણો અસરકારક ટિપ્સ Follow these hacks to whiten yellow teeth and teeth whitening tips Teeth care tips: સફેદ દાંત માટે આ ઘરેલુ નુસખાને કરો ટ્રાય, જાણો અસરકારક ટિપ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/db07dca0eacc25e64653996e1b2359281664289634816429_0.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Teeth care tips: આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. એવા કેટલાક હેક્સ છે. જેના દ્રારા આપ પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.
આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે. જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. પરંતુ ધૂમ્રપાન કે ચા-કોફીનું વધુ સેવન કરવાની આદત તમારા દાંતની ચમક છીનવી લે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં અમે તમને કેટલાક એવા હેક્સ વિશે જણાવીશું જેના દ્વારા તમે પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.
એક્ટિવેટેડ ચારકોલ
એક્ટિવેટ ચારકોલનો ઉપયોગ કરો કારણ કે તે તમારા દાંતમાંથી પીળાશને દૂર કરવામાં ખૂબ જ કારગર પ માનવામાં આવે છે.આ ઉપરાંત ચારકોલ મોંમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
આ રીતે કરો ઉપયોગ
સક્રિય ચારકોલની ગોળીઓને ક્રશ કરો. હવે તમારા બ્રશને ગરમ પાણીથી ભીના કરો અને તેના પર ચારકોલનો ભૂકો નાંખો. હવે 5 મિનિટ માટે બ્રશ કરો અને હુંફાળા પાણીથી ધોઈ લો. આ સારવાર અઠવાડિયામાં 3 વખત કરી શકાય છે.
સંતરા
સંતરાની છાલમાં હાજર વિટામિન-સી તમારા દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જે પેઢામાં ચેપનું કારણ બને છે. નારંગીની છાલના સફેદ ભાગમાં વિટામિન્સ, ફાઈબર મળી આવે છે જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે.
આ રીતે કરો ઉપયોગ
દરરોજ રાત્રે સૂતા પહેલા નારંગીની છાલને દાંત પર ઘસવાથી મોંની સ્વચ્છતા સુધરે છે. વધારાના ફાયદા મેળવવા માટે તમે તમારા સામાન્ય બ્રશિંગ રૂટીન સાથે તેને અનુસરી શકો છો.
સફરજન
સફરજનના અમ્બીય પ્રકૃતિ દાગ ધબ્બા દૂર કરવાની સાથે દાંતના અન્ય સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.
આ રીતે કરો ઉપયોગ
આપને માત્ર એક આખું સફરજન ખાવાનું છે. આ સરળ પદ્ધતિ દાંત માટે એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે અને ધીમે ધીમે અન્ય બેક્ટેરિયાની સાથે ડાઘ પણ દૂર કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)