Health tips: ફળો ખાધા બાદ ક્યારે ન કરો આ 6 ભૂલો, નહિ તો શરીરને થશે ભારે નુકસાન
ફળો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ આહાર છે, ફળોમાં મોજૂદ મિનરલ,વિટામીન,ફાઇબર જેવા અનેક પોષક તત્વો છે. જે શરીરના હિતકારી છે પરંતુ ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.
Health tips: આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ આહાર છે, ફળોમાં મોજૂદ મિનરલ,વિટામીન,ફાઇબર જેવા અનેક પોષક તત્વો છે. જે શરીરના હિતકારી છે પરંતુ ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.
ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ. ફળોમાં યીસ્ટ અને ખાંડની માત્રા વધુ હોય છે. જેનાથી એસિડિટી થાય છે. જો ફળ ખાઇને પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. જેથી ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ.
ફળોમાં પાણીની માત્રા વધુ હોય છે. તેથી ફળો ખાધા બાદ પાણી પીવાથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. ફળો ખાધા બાદ પાણી પીવાથી ડાયરિયાની સમસ્યા પણ થઇ શકે છે.
આટલું જ નહીં ફળો ખાઇને પાણી પીવાથી પાચન તંત્ર નબળું થઇ જાય છે. જમવાનું પચાવતો એસિડ મંદ પડી જાય છે અને સારી રીતે પચતું નથી. આ સ્થિતિમાં ગેસ એસિડીડીની સમસ્યા વધી જાય છે.
હવે સવાલ એ થાય છે કે, ફળો ખાધાના કેટલા કલાક બાદ પાણી પીવું જોઇએ, તો હેલ્થ નિષ્ણાત કહે છે કે, ફળો ખાધાના એક કલાક બાદ પાણી પીવું જોઇએ. તેનાથી કોઇ સમસ્યા નથી થતી.
જમ્યા પહેલા અને બાદ ફળોનું સેવન ન કરવું જોઇએ. જમ્યાના એક કલાક પહેલા અને જમ્યાના એક કલાક બાદ ફળો ખાઇ શકાય છે. ખાટા ફળોને ખાલી પેટ ન ખાવા જોઇએ, તેનાથી એસિડ વધે છે.
જે લોકો દહી અને દૂધ સાથે ફળો લેવાનું પસંદ કરે છે. તેમને આવું બિલકુલ ન કરવું આ આદતથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યા થઇ શકે છે.
Coronavirus: કોરોનાથી સંક્રમિત થયા બાદ કોમામાં સરી પડેલી આ નર્સનો જીવ વાયગ્રાએ બચાવ્યો, જાણો વિગત
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન લંડનમાં એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે. જીવલેણ વાયરસ કોરોનાને કારણે કોમામાં જતી મહિલા નર્સ (nurse) માટે વાયગ્રાએ (Viagra) જીવનરક્ષક તરીકે કામ કર્યું. 37 વર્ષની મોનિકા અલ્મેડા 45 દિવસથી કોમામાં હતી અને તે હોશમાં આવી શકી ન હતી, પરંતુ તેને વાયગ્રાનો ડોઝ આપવામાં આવતાં જ તે થોડા સમય પછી હોશમાં આવી ગઈ હતી. વાયગ્રા આપવાનો વિચાર મોનિકાના સહકર્મીઓનો હતો.
કોરોનાથી સંક્રમિત થયા બાદ શું થયું
'ધ સન'માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, મોનિકા નામની નર્સ NHS લિંકનશાયરમાં સતત કોરોના દર્દીઓની સારવાર કરી રહી હતી. આ દરમિયાન તે ઓક્ટોબરમાં કોરોનાની ઝપેટમાં આવી હતી. ધીરે ધીરે તેની તબિયત વધુ બગડવા લાગી અને લોહીની ઉલ્ટી પણ થવા લાગી. જે બાદ તેણે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યાંથી તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવી. પરંતુ થોડા દિવસો પછી મોનિકાને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જે બાદ તે ફરીથી હોસ્પિટલ દાખલ થઈ. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું, જેના પછી તેમને ICUમાં દાખલ કરવી પપડી હતી. 16 નવેમ્બરે તે કોમામાં સરી પડી હતી.
વાયગ્રાના હેવી ડોઝે બચાવી
આ પછી ડોક્ટરોએ ઘણી કોશિશ કરી પરંતુ તે હોશમાં આવી શકી નહીં. કંટાળી ગયેલા મોનિકાના સાથીઓએ તેને વાયગ્રાનો ભારે ડોઝ આપવાનું નક્કી કર્યું અને તેણે અદ્ભુત કામ કર્યું. વાયગ્રાનો ડોઝ આપ્યાના થોડા જ સમયમાં તેણી ભાનમાં આવી. ઇંગ્લેન્ડના લિંકનશાયરના ગેન્સબોરોની નર્સ મોનિકાએ જણાવ્યું કે જ્યારે હું કોમામાંથી બહાર આવી ત્યારે ડોક્ટરે મને કહ્યું કે વાયગ્રાથી મારો જીવ બચી ગયો છે. શરૂઆતમાં મને આ બધી મજાક લાગી. પરંતુ તેણે કહ્યું કે વાસ્તવમાં મને વાયગ્રાનો હેવી ડોઝ આપવામાં આવ્યો છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )