Skin care Tips: Winterમાં આપની Dry Skinને સોફ્ટ બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ
Skin care Tips: શુષ્ક ત્વચાની સમસ્યા ખાસ કરીને શિયાળામાં થાય છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને તમે તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો.
Health Tips: શુષ્ક ત્વચાની સમસ્યા ખાસ કરીને શિયાળામાં થાય છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને તમે તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો.
Dry Skin Care Tips: શુષ્ક ત્વચાની સમસ્યા ખાસ કરીને શિયાળામાં વધી જાય છે. આવા હવામાનમાં આપણી ત્વચાની ચમક ક્યાંક ખોવાઈ જાય છે. શુષ્ક, નિર્જીવ ત્વચાને વધુ કાળજીની જરૂર છે., દર વખતે કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરવા છતાં પણ તેનું સોલ્યુશન બહાર આવતું નથી. આવી સ્થિતિમાં તમારે વધારે વિચારવાની જરૂર નથી કારણ કે અહીં અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને તમે તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો. આવો જાણીએ કેવી રીતે.
હૂંફાળા પાણીનો કરો ઉપયોગ
પાણી ન્હાતી વખતે અને ફેસ વોશ કરતી વખતે પાણીના તાપમાનનો ખાસ ઘ્યાન રાખવું જોઇએ. સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે પાણીની મહત્વની ભૂમિકા છે. તેથી એ ધ્યાન રાખો કે પાણી વધુ ઠંડું ન હોવું જોઇએ કે ન તો ગરમ. જેથી આપણે હલ્કા હુંફાળા પાણીથી ફેશ વોશ કરવો જોઇએ. તેનાથી સ્કિનની ડ્રાયનેસની સમસ્યા ઓછી થાય છે.
નારિયેળ તેલનો ઉપયોગ કરો
નારિયેળ તેલ સ્કિનને હાઇડ્રેઇટ રાખે છે. તેમાં મોજૂદ ફેટી એસિડના કારણે સ્કિનનું મોશ્ચર લોક થઇ જાય છે.નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી સ્કિન સોફ્ટ બની રહી છે. ન્હ્યા બાદ નારિયેળ તેલ અવશ્ય લગાવો,.
એલોવેરા જેલ લગાવો
એલોવેરા જેલમાં એન્ટી ઇંફ્લેમેટરી અને મોશ્ચરાઇજિંગ પ્રોપર્ટીઝ હોય છે. તેના ચહેરા પર લગાવવાથી ડ્રાયનેસથી રાહત મળે છે અને સ્કિનને પુરતુ પોષણ મળે છે. તેથી એલોવેરા જેલને સરક્યુલેશન મોશનમાં 7 મિનિટ મસાજ કરો. તેનાથી ડ્રાયનેસની સમસ્યા દૂર થઇ જાય છે.
બોડી ઓઇલનો અવશ્ય કરો ઉપયોગ
શિયાળામા આપ સ્કિનને સોફ્ટ રાખવા માટે ન્હાવાના પાણીમાં ઓલિવ, કોકોનટ, અથવા બદામ તેના ડ્રોપ્સ નાખી શકો છે. તે આપના સ્કિનને પોષણ આપશે અને ડ્રાયનેસથી બચાવશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )