શોધખોળ કરો

Weight loss tips : વધતા જતાં વજનથી પરેશાન છો? માત્ર આપના રૂટીનમાં આ 5 ફેરફાર કરીને સરળતાથી કરો વેઇટ લોસ

આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી પીડિત છે. 10માંથી 7 લોકો પેટ પર જામેલી ચરબીના કારણે ફુલેલા પેટની સમસ્યાથી પરેશાન છે.

Weight loss tips : આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી પીડિત છે. 10માંથી 7 લોકો પેટ પર જામેલી ચરબીના કારણે ફુલેલા પેટની સમસ્યાથી પરેશાન છે.

જો આપનું પણ ફિગર બેલી ફેટના કારણે ખરાબ થઇ ગયું છે તો ચિંતા ન કરો કેટલાક કારગર ઉપાયથી આ પેટ પર જામેલી ચરબીને ઓછી કરી શકો છો.

જો આપ એક જ સમયમાં વધુ ભોજન કરી લેશો તો પેટ ફુલી જશે. આ આદતને બદલી દો. દર 2થી 3 કલાકે થોડું-થોડું ખાવ. ક્યારેય ઠાંસી-ઠાંસીને ન ખાવ. ઓવર ઇટિંગથી બચો.

સવારે બ્રશ કર્યાં બાદ ગરમ પાણીમાં લીબું અને મદ નાખીને પીવો. આ પ્રયોગ બેલી ફેટ ઘટાવવ માટે કારગર છે. આ પ્રયોગથી જમા વસા ધીમે-ધીમે ઓછું થઇ જાય છે. રોજ આ પ્રયોગ કરવાથી આપ ઉર્જાવાન પણ મહેસૂસ કરશો.

મોર્નિગ વોક કરવી સ્વાસ્થ્ય માટે ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યા માટે ઉત્તમ છે. મોર્નિંગ વોકથી ધીરે ધીરે ફેટ ઘટશે અને આ સાથે પાંચન તંત્ર પણ સુધરશે.

નોકાસન પણ બેલી ફેટ માટે બેસ્ટ ઉપાય છે. યોગ આપની માનસિક અને શારિરીક બંને પરેશાની દૂર કરે છે. નૌકાસન રોજ કરવાથી આપની પેટની ચરબી આપોઆપ ગાયબ થઇ જશે. આ તેનો ફરક મહેસૂસ કરી શકશો.

મોડી રાત્રે ખાવાની આદત ટાળો, હંમેશા સૂતાના 2 કલાક પહેલા ભોજન કરી લેવાની આદત પાડો. ડિનરમાં હળવું અને સુપાચ્ય ફૂડ જ પસંદ કરો. સમય હોય તો રાત્રે જમ્યા બાદ થોડું ટહેલવાની આદત પાડો.

Weight Loss Tips: વધતા વજનને સરળતાથી કરી શકો છો કન્ટ્રોલ , આજથી જ ફોલો કરો 80/20

વધતા વજનને નિયંત્રિત કરવા માટે આજકાલ ઘણા પ્રકારના ડાયટ પ્લાન પ્રચલિત છે. આમાંથી એક 80/20 ડાયેટ પ્લાન છે. 80/20 ડાયટ પ્લાન વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ નિયમનું પાલન કરવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. 

વધતા વજનને નિયંત્રિત કરવા માટે આજકાલ ઘણા પ્રકારના ડાયટ પ્લાન પ્રચલિત છે. આમાંથી એક 80/20 ડાયેટ પ્લાન છે. 80/20 ડાયટ પ્લાન વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ નિયમનું પાલન કરવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ઘણી પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રીઓ પોતાને ફિટ રાખવા માટે એટલે કે સ્થૂળતાને કાબૂમાં રાખવા માટે 80/20 ડાયટ પ્લાનનું પાલન કરે છે. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો 80/20 ડાયટ પ્લાનને અનુસરો.

80/20 ડાયેટ પ્લાન શું છે?
80/20  ડાયટ પ્લાનમાં 80 ટકા હેલ્ધી ફૂડ ખાવાની છૂટ છે. સાથે જ 20 ટકા મનપસંદ વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે. સાદી ભાષામાં કહીએ તો ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો આહારમાં વધુ સમાવેશ કરવો પડે છે. ડેરી ઉત્પાદનો, તેલયુક્ત અને ખાંડમાંથી બનેલી વસ્તુઓની માત્રા 20 ટકા સુધી ઘટાડવી પડશે. આ માટે આ પ્લાનને 80/20 ડાયેટ પ્લાન કહેવામાં આવે છે. તમારા આહારમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરો. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વ્યક્તિ આહારમાં 80 ટકા ફળો, શાકભાજી, સૂકા બીજ અને બદામનું સેવન કરી શકે છે. સીફૂડ પણ સામેલ કરી શકાય છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

80/20 ડાયટના ફાયદા 
આ ડાયટને ફોલો કરવો સરળ છે.  આમાં કોઈ પ્રતિબંધ નથી. 80/20 ડાયટ પ્લાનમાં બધું ખાવાની સ્વતંત્રતા છે. કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સની ગણતરી કરવાની પણ જરૂર નથી. ઉપરાંત, આહારનું પાલન કરવાથી વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. આ ડાયટ પ્લાનમાં ફાઈબર અને પ્રોટીન પર ફોકસ કરવાનું હોય છે. ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget