મિસકેરેજ બાદ આપ થકાવટ મહેસૂસ કરો છો? તો આ 6 ફૂડ્સને ડાયટમાં કરો સામેલ, જાણો ફાયદા
મિસકેરેજની પરિસ્થિતિ ખરેખર ખૂબ જ પીડાદાયક હોય છે. કારણ કે દરેક સ્ત્રી માટે મા બનવાનો અહેસાસ ખૂબ ખાસ હોય છે
મિસકેરેજની પરિસ્થિતિ ખરેખર ખૂબ જ પીડાદાયક હોય છે. કારણ કે દરેક સ્ત્રી માટે મા બનવાનો અહેસાસ ખૂબ ખાસ હોય છે. જો કે મિસકેરેજ બાદ મહિલાઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ નબળી પડી જાય છે. આ સ્થિતિમાં તેને ભાવનાત્મક સપોર્ટની સાથે શરીરને પોષણયુક્ત આહારની પણ જરૂર રહે છે.
મિસકેરેજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સની ઉણપ થઇ જાય છે. આવી સ્થિતિમાં, આપને સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લેવાની જરૂર છે. જેથી તમારું શરીર ઝડપથી રિકવર થઇ શકે.
આયરનની ઉણપ
મિસકેરેજ દરમિયાન ખૂબ જ બ્લિડિંગ થતું હોવાથી આયરનની કમી થઇ જાય છે. તેના કારણે એનેમિયાની સમસ્યા થઇ શકે છે. આયરનની પૂર્તિ માટે, સોયાબીન, દાળ, લીલા શાકભાજી, ડાર્ક ચોકલેટનું સેવન કરો.
કેલ્શિયમની ઉણપ
ગર્ભપાત બાદ હાંડકાં અને માંસપેશીઓને સ્વસ્થ રાખવા પણ જરૂરી છે.આ માટે સોયાબી, ટોફુ, ભીંડી, બ્રોકલી, ડ્રાય ફ્રૂટ, દૂધ લઇ શકાય.
ગર્ભપાત બાદ જંક ફૂડ અવોઇડ કરો
ગર્ભપાત બાદ જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું તદન બંધ કરી દેવું જોઇએ. આ સિવાય હાઇ ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળી મીઠી ચીજોને અવોડઇ કરવી જોઇએ. કેન્ડી. કોર્હોનેટ ડ્રિન્ક્સ ન પીવો, તેના કારણે બ્લડશુગર અપ-ડાઉન થાય છે. દૂધ, પનીર સહિતની ડેરી પ્રોડક્ટનું ખાસ સેવન કરો.
Diet Chart: શું આપ જાણો છે કે, બેલેસ્ડ ડાયટ શું છે?
શાકભાજીમાં વિટામિન, મિનરલ,એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પોષક તત્વની કમીને દૂર કરવા માટે પાલક, લીલા વટાણા, સહિતના લીલાં શાકભાજી લેવાની આદત પાડો. પાલક, કેળા, બીન્સ, બ્રોકલીને ડાયટમાં અવશ્ય સામેલ કરો, જો આપને ગ્રીન વેજિટેબલ પસંદ ન હોય તો તેને સૂપ કે સલાડ અથવા તો પ્યૂરી, જૂસ અથવા સ્મૂધીના રૂપે તેને ખાઇ શકો છો.
પ્રોટીન છે ખાસ જરૂરી,ઇજા પર રૂઝ માટે અને માંસપેશીઓને મજબૂત બનાવવા માટે પ્રોટીનની જરૂરત હોય છે. પ્રોટીન બે પ્રકારના હોય છે. એનિમલ બેસ્ડ પ્રોટીનની કેટેગરીમાં રેડ મીટ, બીફ મીટ સામેલ છે. તો પ્લાન્ટ બેઇઝ્ડ નટસ,બીન્સ, સોયા પ્રોડક્ડસ સામેલ છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )