Alert: ડિજિટલ મશીનથી BPનું આ રીતે કરશો રીડિંગ તો આવશે ખોટા આંકડા, AHA જાહેર કરી એડવાઇઝરી
આજકાલ મોટાભાગના ઘરોમાં બ્લડ પ્રેશરની બીમારી જોવા મળે છે. જેના કારણે હવે લોકો ઘર પર જ બીપી રિડિંગનું ડિજિટલ મશીન વસાવી રહ્યાં છે. ત્યારે યોગ્ય રીતે તેના ઉપયોગની રીત જાણવી જરૂરી છે
AHA Advisory:અવ્યવસ્થિત જીવનશૈલી અને આહારશૈલીના કારણે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઇ છે. આજકાલ લોકો બીપીને ચેક રરવા માટે ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર મશીન ઘર પર જ રાખે છે, જો કે તેના રીંડિગમાં ભૂલ ન થાય તે પણ જરૂરી છે.
હાઈ બ્લડ પ્રેશર આજકાલ સામાન્ય સમસ્યા બની રહી છે. તણાવયુકત જીવનશૈલીના કારણે મોટી સંખ્યામાં લોકો હાઈ બીપીનો શિકાર બની રહ્યા છે. અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આજકાલ ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર મશીનથી મોટાભાગના લોકો યોગ્ય રીતે બીપી ચેક નથી કરતા. તેઓ ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર મશીનથી બ્લડ પ્રેશરનું ખોટું રીડિંગ કરે છે અને તેના કારણે પરેશાન પણ થઈ રહ્યા છે. આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તબીબો અને કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના સભ્યોએ ઘરે બેસીને બીપી તપાસવાની સાચી રીત જણાવી છે. આવો જાણીએ.
બ્લડ પ્રેશર ક્યારે ચેક ન કરવું
અમેરિકન હાર્ટ એસોસિએશને જણાવ્યું કે, બ્લડ પ્રેશર બેડ પર બેસીને ક્યારેય ચેક ન કરવું, બેસવાની યોગ્ય રીત હોવું જરૂરી છે. કોઈ શારીરિક કામ કર્યા પછી તરત જ બીપી ચેક ન કરવું જોઇએ. કાર્ડિયોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, ઘરે બ્લડ પ્રેશર તપાસતા પહેલા યુરીન બ્લેડરને પણ ખાલી કરવું જરૂરી છે.
BP તપાસતી વખતે કેવી રીતે બેસવું
ડોક્ટરના કહેવા પ્રમાણે બીપી ચેક કરતી વખતે ખુરશી પર બેસો અને ખુરશીની મદદથી પીઠ સીધી રાખો. પગના તળિયાને જમીન સમાન રાખો. BP ચેક કરતી વખતે હાથની કોણી ટેબલ પર સીધી રહેવી જોઈએ. આવી સ્થિતિમાં, બ્લડ પ્રેશર રીડિંગ કરવાથી તેની ચોકસાઈ વધી શકે છે.
બેડ પર બેસીને બીપી ચેક ન કરો
નિષ્ણાતોના મતે, પથારી પર બેસીને બ્લડપ્રેશર ક્યારેય ચેક ન કરવું જોઇએ. બેડ પર બેસેલા પેશન્ટનું યોગ્ય રિડિંગ નથી થતું. પેશન્ટને ખુરશી પર બેસાડીને જ રીડિંગ કરો. કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે ઘણા લોકો સવારમાં જ બેડ પર બીપી ચેક કરી લે છે. આ બિલકુલ ખોટી રીત છે. આવી સ્થિતિમાં, બીપીનું રીડિંગ ખોટું આવે છે.
હોસ્પિટલમાં બેડ પર સૂઈને બીપી ચેક કરવામાં આવે છે
આ અંગે કાર્ડિયોલોજિસ્ટનું કહેવું છે કે, દર્દી હોસ્પિટલમાં ઊઠવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં બેડ પર જ તેનું બીપી મોનિટર કરવામાં આવે છે. આ કાર્ય ડોકટરો અને પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. મોટાભાગના ગંભીર દર્દીઓનું બ્લડ પ્રેશર આ રીતે તપાસવામાં આવે છે. હોસ્પિટલોમાં પણ દર્દીને ખુરશી પર બેસાડીને તેની પીઠ સીધી રાખીને. ટેબલ પર હાથ રાખીને અને પગ નીચે રાખીને જ બીપી તપાસવું જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )