Weight loss Tips : ડાયટિંગ પર છો? તો વેજિટેબલ પિત્ઝા સહિતના આ સ્વાદિષ્ટ વ્યંજનને ડાયટમાં કરો સામેલ, નહિ વધે વજન
મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમણે વેઇટ લોસ માટે ફરી બમણી મહેનત કરવી પડે છે. જો આપ ચીટ મીલ કરવા ઇચ્છો છો તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.
Weight loss Tips:મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમણે વેઇટ લોસ માટે ફરી બમણી મહેનત કરવી પડે છે. જો આપ ચીટ મીલ કરવા ઇચ્છો છો તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.
વજન ઘટાડવા માટે તમે ભલે ગમે તેટલા પ્રયત્નો કરો, પરંતુ ક્યારેક એવું બને છે કે તમારું મન ટેસ્ટી ખાવા માટે લલચાવવા લાગે છે. તમારા વજન ઘટાડવાના મિશનની સમસ્યા અહીંથી શરૂ થાય છે. મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમને બમણી મહેનત કરવી પડે છે. જો ડાયટ દરમિયાન આપને પણ ચટપટુ સ્પાઇસી ખાવાની ઇચ્છા થતી હોય તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.
વેજિટેબલ પિત્ઝા
શાકભાજીમાં વિટામીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં, જો તમને પિઝા ખાવાનું મન થાય, તો તમારે પનીરની સાથે પિત્ઝામાં ઘણી શાકભાજી પણ ઉમેરવી જોઈએ. જો શક્ય હોય તો તમે રોટલીમાં પિઝા પણ બનાવી શકો છો. તે વધુ સ્વસ્થ રહેશે.
ભેળપુરી
ભેળપુરી એક સારો ઓપ્શન છે. મમરામાં ડુંગળી, ટામેટાં,નમક, કોથમીર, મિક્સ કરો તૈયાર છે આપની ટેસ્ટી ભેળ. આપ ભેળમાં બીજું પણ આપના ટેસ્ટ મુજબ ટ્રાય કરી શકો છો.
રેડ સોસ પાસ્તા
રેડ સોસ પાસ્તા પણ હેલ્ધી બની શકે છે, જો તમે તેને બનાવતી વખતે તાજા ટામેટાની ગ્રેવી, બ્રોકોલી, મશરૂમ્સ, મકાઈ જેવી વસ્તુઓનો ઉપયોગ કરો છો. તમારે ઘરે રેડ સોસ પાસ્તા બનાવીને તેની લિજ્જત માણી શકો છો.
પુરી-:છોલે
વજન ઘટાડવા માટે પુરી ચોલે એટલું ખરાબ નથી જેટલું તમે વિચારો છો. તમે ઓછા મસાલા સાથે છોલે બનાવી શકો છો. આ સિવાય મલ્ટિગ્રેન લોટની પૂરીને ઓલિવ ઓઈલ અથવા સરસવના તેલમાં તળી લો.
પેનકેક
પેનકેક હેલ્ધી પણ હોઈ શકે છે. આ માટે ઓટ્સમાંથી પેનકેલ તૈયાર કરો. તેના પર અખરોટ, બદામ એડ કરો અને ઉપર થોડું મધ ઉમેરો. આ તેના સ્વાદને વધુ વધારશે.
Health tips: નાભિમાં રોજ સરસવનું તેલ લગાવો, આ બીમારીથી જીવનભર રહેશો દૂર
Health tips:શું આપે ક્યારેય વિચાર્યું છે કે, નાભિમાં તેલ લગાવવાથી ફાયદા થાય છે? નાભિમાં તેલ લગાવવાથી સંબંધિત પ્રશ્ન વારંવાર લોકોના મનમાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે નાભિ પર તેલ લગાવવાથી અદ્ભુત ફાયદા થાય છે. તેલ આયુર્વેદનો એક મહત્વનો ભાગ ભાગ છે. નાભિમાં તેલ લગાવવું એ બહુ જૂની પ્રક્રિયા છે. આવા ઘણા તેલ છે જેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, નાભિ આપણા શરીરનું મધ્યબિંદુ છે, નાભિમાં તેલ લગાવવાના ફાયદા સાંભળીને આપ આશ્ચર્યચકિત થઈ જશો.
નાભિમાં કંઇ પણ લગાવાની આખા શરીર પર અસર થાય છે. બીજી તરફ નાભિમાં તેલ લગાવવાથી ત્વચા ચમકદાર, ડાઘ-મુક્ત, સુંદર અને સ્વસ્થ બને છે. નાભિમાં તેલ લગાવવાના ઘણા ફાયદા છે. પરંતુ સવાલ એ છે કે, નાભિમાં કયું તેલ લગાવવું જોઈએ. નાભિમાં તેલ લગાવતા પહેલા તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે. જેમાં કેટલાક લોકો ચૂક કરે છે.
નાભિમાં સરસવનું તેલ લગાવવાના આ છે ફાયદા
જો નાભિમાં સરસવનું તેલ લગાવવામાં આવે તો તેના ઉપયોગથી ઘૂંટણના દુખાવા અને સંધિવાની બીમારીમાં પણ રાહત મળે છે. સૂતા પહેલા નિયમિત રીતે નાભિમાં સરસવના તેલના બે ટીપાં નાખો, આમ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.
જો કોઈ વ્યક્તિના વાળ ઝડપથી ખરતા હોય તો તેણે નાભિ પર સરસવનું તેલ લગાવવું જોઈએ. આમ કરવાથી વાળ ખરવાની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.
જો અપચાની સમસ્યા રહેતી હોય , પેટ હંમેશા ખરાબ રહેતું હોય તો પણ નાભિમાં સરસવનું તેલ નાખવાથી ફાયદો થાય છે. આ નુસખાથી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )