શોધખોળ કરો

Health tips: શું તમે અનિંદ્રાની સમસ્યાથી પરેશાન છો, ન કરો નજરઅંદાજ, હોઇ શકે આ બીમારીના સંકેત

કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે.કિડનીના રોગ થવાના અનેક કારણો છે. જેમાંથી કિડની સ્ટોન,મેદસ્વીતા,. ડાયાબીટિશ હાઇપરટેન્શન વગેરે છે. કિડની રોગના કેટલાક સામાન્ય લક્ષણો છે. જો શરીરમા આ લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.

Health tips:કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે.કિડનીના રોગ થવાના અનેક કારણો છે. જેમાંથી કિડની સ્ટોન,મેદસ્વીતા,. ડાયાબીટિશ હાઇપરટેન્શન વગેરે છે. કિડની રોગના કેટલાક સામાન્ય લક્ષણો છે. જો શરીરમા આ લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.

અનિંદ્રાની સમસ્યા :અનિંદ્રા કિડનીની બીમારીનું મુખ્ય લક્ષણ છે. જ્યારે કિડની સારી રીતે ફિલ્ટર નથી કરતી તો મૂત્ર દ્રારા બહાર નીકળવાની બગલે ટોક્સિન બ્લડમાં રોકાઇ જાય છે. જે સીધી જ ઊંઘને પ્રભાવિત કરે છે.

ત્વચામાં ખંજવાળ:સ્કિનની સમસ્યા પણ બીમાર કિડનીના સંકેત આપે છે. સૂકી ત્વચા, ખંજવાળ મિનરલ અને હાડકાંની બીમારીનો સંકેત આપે છે. જેનો સંબંધ કિડનીની વધતી બીમારી સાથે જોડાયેલો છે. જ્યારે કિડની બ્લડમાં મિનરલ અને પોષક તત્વોનું ઉચિત સંતુલન નથી બનાવી શકતી ત્યારે આ સમસ્યા સર્જાય છે.

પગના પંજા પર સોજો પણ બીમાર કિડનીના સંકેત આપે છે. જો પગમાં સોજો આવતો હોય તો નમક, તલર ફૂડસ જેવા સૂપ અને યોગાર્ટને ડાયટમાંથી સંદતર દૂર કરવા જોઇએ.

માંસપેશીમાં દુખાવો:માંસપેશીઓમાં દુખાવો કિડનીની બીમારીમાં ખાસ છે. આ સ્થિતિ શરીરમાં તરલ અને ઇલેક્ટ્રોલાઇટસના અસંતુલનનું કારણ બને છે. રક્ત પ્રવાહનો મુદ્દો અને રક્તમાં નુકસાનના કારણે દુખાવો થાય છે.જે કિડની યોગ્ય રીતે કામ ન કરવાથી થઇ શકે છે. કેલ્શિયમ, ફોસ્ફરસનું શરીરમાં ઓછું સ્તર પણ માંસપેશીના તણાવને આમંત્રણ આપે છે.

કિડનીને મજબૂત બનાવવા માટે શારિરીક રીતે સક્રિય રહો, નિયમિત વ્યાયામ કરો, યોગ મેડિટેશન નિયમિત કરો,સંતુલિત ડાયટ લો,પર્યોપ્ત પાણી પીવો અને વધુ પાણી પીવાથી કિડની પર બોજ વધે છે.જંક ફૂડ પ્રોસેસ્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરો.

Weak Kidney Diet: શું આપની કિડની નબળી છે? આ લક્ષણો અનુભવાય તો થઇ જાવ સાવધાનડાયટમાં આટલો  કરો ફેરફાર

ખરાબ કિડની શરીરના બાકીના અંગોની  કાર્યક્ષમતા પર  ખરાબ અસર કરી શકે છે. એટલા માટે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને લક્ષણોને ઓળખ્યા પછી તેની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  કિડની આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તે એટલું મહત્વનું છે કે જો તેની તબિયત બગડે છે તો શરીરના અન્ય અંગો પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. લોહીને સ્વચ્છ રાખવાની સાથે સાથે કિડની શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. આ સિવાય તે ઘણા પ્રકારના હોર્મોન્સના  સ્ત્રાવ પણ કરે છે. જ્યારે કિડની  બગડવા લાગે છે, ત્યારે આ તમામ કાર્યોમાં પણ અવરોધ આવે છે, જેના કારણે શરીરને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમારી કિડની નબળી છે તે કેવી રીતે જાણી શકાય, તેના લક્ષણો શું છે જાણીએ.

નબળા આહાર અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી જેવા ઘણા પરિબળો તમારી કિડનીના સ્વાસ્થ્યને અસર કરે છે. ન્યુટ્રિશનિસ્ટ ભક્તિ કપૂરના કહેવા મુજબ  આંખોમાં સોજો, ચહેરા પર સોજો,  ફીણવાળો પેશાબ, આ લક્ષણો નબળી કિડનીને સૂચવે છે. તમારી કિડની નબળી છે. જોકે ડરવાની જરૂર નથી. તમારી કિડનીની તંદુરસ્તી જાળવવા અને તેને મજબૂત રાખવા માટે તમારે તમારા આહાર અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે.

ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે સારા આહારથી કિડનીને મજબૂત રાખી શકાય છે.  ભક્તિ કપૂરે  ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સમજાવ્યું છે કે, ફીણવાળું પેશાબ અથવા ખીલવાળો ચહેરો અથવા પફ્ફી આઇ ડિહાઇડ્રેશનને કારણે હોઈ શકે છે. એટલા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. શ્વાસમાં દુર્ગંધ આવવી અથવા મોંનો વિચિત્ર ટેસ્ટ એ પણ સૂચવે છે કે તમારી કિડની નબળી છે.

ન્યુટ્રિશનિસ્ટ ભક્તિ કપૂર લીંબુના રસનો ઉપયોગ કરવાની અને વિટામિન સીથી સમૃદ્ધ ખોરાક ખાવાની ભલામણ કરે છે. દરરોજ તાજા લીંબુનો રસ કોઇ ડ્રિન્કમાં મિકસ કરીને પીવો જોઇએ. કારણ કે લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. પોષક તત્વોથી ભરપૂર અન્ય ખાદ્ય પદાર્થોમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટાં ફળો, બ્રોકોલી અને કાકડીઓનો સમાવેશ થાય છે. આ ખાદ્યપદાર્થોમાં સાઇટ્રેટ નામનું તત્વ હોય છે, જે કેલ્શિયમ પથરીની રચનાને રોકવામાં મદદરૂપ છે.

કીડનીને સ્વસ્થ રાખવા માટે વધારે મીઠું વાળી વસ્તુઓથી બચવું પણ જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ્સ જણાવે છે કે ઓછા પોટેશિયમવાળી ખાદ્ય ચીજો ખાવી જોઈએ, જેમ કે સફરજન, દ્રાક્ષ, ગાજર, કઠોળ, કોબી અને સ્ટ્રોબેરી. પોટેશિયમનું પ્રમાણ વધુ હોય તેવા ખાદ્ય પદાર્થોમાં કેળા, નારંગી, બટાકા અને ટામેટાંનો સમાવેશ થાય છે. કિડનીની સમસ્યાથી પીડાતા લોકોએ મીઠાનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.

સેલરીનો રસ કિડનીને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. ન્યુટ્રિશનિસ્ટ્સ જણાવે છે કે તેમાં ખનિજ ક્ષાર હોય છે, જે કિડનીના કાર્યને જાળવવા અને વધારવામાં મદદ કરી શકે છે. તમારા ભોજનની 30 મિનિટ પહેલા દરરોજ 1-2 ગ્લાસ અજવાઇનનો રસ પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget