![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Food in Fridge: રાંધેલો ખોરાક ફ્રિજમાં સ્ટોર કરતા પહેલા સાવધાન, જાણો એક્સ્પર્ટનો મત
જ્યારે તમે 10 દિવસ માટે શાકભાજી અને ફળો સ્ટોર કરી શકો છો અને તેનો 10 દિવસ બાદ ઉપયોગ કરશો તો પણ તેમના તમામ પોષક તત્વો મળી રહેશે. જોકે રાંઘેલા ખોરાકમા આવું થતું નથી
![Food in Fridge: રાંધેલો ખોરાક ફ્રિજમાં સ્ટોર કરતા પહેલા સાવધાન, જાણો એક્સ્પર્ટનો મત Be careful before storing cooked food in fridge, know expert opinion Food in Fridge: રાંધેલો ખોરાક ફ્રિજમાં સ્ટોર કરતા પહેલા સાવધાન, જાણો એક્સ્પર્ટનો મત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/b71dce070fb85a73002ec5b4f4e2cafd171751526483281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Food in Fridge:શું તમે જાણો છો કે કેટલાક ફૂડને લાંબો સમય સુધી ફ્રિઝમાં ન રાખવા જોઇએ. લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
આજકાલ ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જેના ઘરમાં ફ્રીજ નહિ હોય. જ્યારે લોકો પાસે કાચો કે રાંધેલો ખોરાક બાકી રહે છે, ત્યારે તેઓ તેને ફ્રિજમાં રાખે છે અને પછી ભૂખ લાગે ત્યારે ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલા સમય સુધી ફ્રિજમાં રાખેલ ભોજન જ ખાવું યોગ્ય નથી છે. તે આપને બીમાર કરી શકે છે.
જ્યારે તમે 10 દિવસ માટે શાકભાજી અને ફળો સ્ટોર કરી શકો છો અને તેનો 10 દિવસ બાદ ઉપયોગ કરશો તો પણ તેમના તમામ પોષક તત્વો મળી રહેશે. જોકે રાંઘેલા ખોરાકમા આવું થતું નથી. ક્યારેક સાદા રાંધેલા અથવા બાફેલા ચોખામાં બેક્ટેરિયા વધી શકે છે. આ બેક્ટેરિયા ઓછા તાપમાનમાં પણ સારી રીતે ટકી રહે છે. તેથી તેને 1 દિવસથી વધુ સ્ટોર ન કરો. રાંધેલો કોઇ પણ ખોરાક 1થી 2 દિવસથી વધુ ફ્રિજમાં સ્ટોર ન કરો. આ ખોરાકનું સેવન આપને બીમાર કરી શકે છે. રાંધેલો ખારોક ઓછા તાપમાને પણ ખરાબ થઇ જાય છે.
બીજી તરફ, તાજો તૈયાર ખોરાક વધુમાં વધુ 2 દિવસની અંદર ખાવો જોઈએ. નહિંતર, તેમાં બેક્ટેરિયા વધે છે. કેટલીકવાર આ બેક્ટેરિયા ખોરાકનો રંગ, ગંધ કે સ્વાદ બદલતા નથી. આવી સ્થિતિમાં, ખોરાક સુરક્ષિત છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની જાય છે.
જો તમે ઇચ્છો છો કે તમારો ખોરાક ફ્રિજમાં લાંબા સમય સુધી સુરક્ષિત રહે તો તમારે કેટલાક પગલાં લેવા જોઈએ. સૌથી પહેલા તે વસ્તુઓનું સેવન કરો, જે ઝડપથી બગડી શકે છે. આ સિવાય તમારા બચેલા રાંધેલા ખોરાકને ફ્રિજના સૌથી ઉપરના રેકમાં રાખો, જેથી તેમને મહત્તમ ઠંડી હવા મળી શકે અને જલ્દી ખરાબ ન થાય.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)