Benefits Of Yoga: આ 3 યોગાસન દ્વારા જીવન રહેશે તણાવમુક્ત
Benefits Of Yoga: યોગાસનમાં શિશુઆસન ( ચાઈલ્ડ પોઝ) (Shishuasana:Child’s Pose) કબજિયાત દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે.
Benefits Of Yoga: યોગાસનમાં શિશુઆસન ( ચાઈલ્ડ પોઝ) (Shishuasana:Child’s Pose) કબજિયાત દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે.
Benefits Of Yoga: યોગ ઘણા વર્ષોથી ફિટનેસ સ્પેક્ટ્રમનો એક ભાગ છે. તે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓમાંથી રાહત આપવામાં ફાયદાકારક છે. જો તમે બીમારીઓમાંથી જલ્દી મુક્તિ ઈચ્છો છો શરૂઆતના દિવસોમાં આ 3 સરળ પોઝવાળા યોગાસન કરવા જોઈએ.
પશ્ચિમોત્તાનાસન :
પશ્ચિમોત્તનાસન ફક્ત એક બેકસ્ટ્રેચ છે જે તમારા શરીરને પુષ્કળ ફાયદો પહોંચાડી શકે છે. તેના ફાયદા નીચે પ્રમાણે છે.
1. ખભાને ટોન કરે છે.
2. પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
3. માસિકસ્ત્રાવની અનિશ્ચિતતા દૂર કરે છે.
4. શરીરને તણાવમુક્ત બનાવશે.
5. શરીરની ખરાબ મુદ્રાને સુધારવામાં મદદ કરશે.
6. યાદશક્તિ વધારવા ફાયદાકારક.
મર્જિયારાસન (કેટ પોઝ) :
તમારા ઘૂંટણને એકદમ સીધા રાખી અને કેટ જેવો પોઝ બનાવવો અથવા ટેબલ ટોપ પોઝીશનમાં ઊભા રહો. પંજો અને ચહેરો આગળ એક જ દિશામાં હોવા જોઈએ અને તમારા પગ જમીન હોવા જોઈએ.
શરીરની લચકતા વધારશે.
1. માસિકસ્ત્રાવના દુખાવામાં રાહત આપશે.
2. તમારા હાડકા મજબૂત કરશે.
3. ભાવનાત્મક સંતુલન બનાવી રાખશે.
4. તણાવ દૂર કરે છે અને મનને શાંત કરે છે.
5. પાચનશકિત વધારવા માટે ફાયદાકારક છે.
6. બ્લડ સરકયુલેશન સુધારે છે.
શિશુઆસન (ચાઈલ્ડ પોઝ) :
આ આસનમાં જમીન પર બેસી આગળ નમવું અને તમારા કપાળને ફ્લોર તરફ નીચે કરો.
તમારા હાથને તમારા શરીરની સાથે ફ્લોર પર રાખો, હથેળીઓ ઉપરની તરફ રાખો. જો આ આરામદાયક ન હોય, તો તમે એક મુઠ્ઠી બીજાની ઉપર મૂકી શકો છો અને તમારા કપાળ પર આરામ કરી શકો છો. ધીમેધીમે તમારી છાતીને પગના ઘૂંટણ સુધી લઇ જાઓ
1. કબજિયાત દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે.
2. તમારા ખભા, પીઠ અને સ્પાઈનને મજબૂતી પુરી પડે છે.
3. પીઠને તદ્દન આરામ આપે છે.
નોંધ: જો કે પીઠ પર જો કોઈ ગંભીર ઇજા થઇ હોઈ તો આ યોગાસન કરવાનું ટાળવું જોઈએ, અને પહેલા ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ યોગાસન ન કરવા જોઈએ સાથે જ યોગાસન અંગે પોતાના ડોકટરની સલાહ લેવી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )