(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: જાણો, રસોઇ બનાવવા માટે ક્યું તેલ છે બેસ્ટ, હેલ્થ માટે આ રીતે કરો ઉપયોગ
આપણે જે તેલનો ઉપયોગ કરીએ છીએ તે આપણા સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. હાનિકારક તેલ ખાવાથી તે હૃદય અને યકૃતના રોગો તરફ દોરી જાય છે. જાણો ફિટ રહેવા માટે કયું તેલ ખાવું જોઈએ.
Best Cooking Oil For Heart : આપણે જે તેલનો ઉપયોગ કરીએ છીએ તે આપણા સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. હાનિકારક તેલ ખાવાથી તે હૃદય અને યકૃતના રોગો તરફ દોરી જાય છે. જાણો ફિટ રહેવા માટે કયું તેલ ખાવું જોઈએ.
રસોઈ માટે ઘણા પ્રકારના તેલનો ઉપયોગ થાય છે. મોટાભાગના લોકો સરસવનું તેલ, ઓલિવ તેલ, નારિયેળ તેલ, કેનોલા તેલ, એવોકાડો તેલ, મગફળીનું તેલ, અળસીનું તેલ, પામોલીન તેલ જેવા તેલનો ઉપયોગ કરે છે. તેલ આપણા ભોજનનો સ્વાદ વધારે છે અને આપણા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કયું તેલ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે? વાસ્તવમાં તેલની ગુણવત્તા અને ગુણધર્મો તેના ફળ, છોડ, બીજ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમની પ્રક્રિયા કર્યા પછી જ તેલ કાઢવામાં આવે છે. ઘણીવાર લોકો એ પ્રશ્નથી ચિંતિત હોય છે કે, ક્યાં તેલમાં રસોઇ કરવી ઉત્તમ છે. જાણીએ...
કયા તેલમાં રાંધેલો ખોરાક આરોગ્યપ્રદ છે?
તેલમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. જેમાં સેચ્યુરેટેડ ફેટ, મોનોસેચ્યુરેટેડ ફેટ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે. થોડા વર્ષો પહેલા સુધી નારિયેળનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતું હતું. જે લોકો હેલ્થ કોન્શિયન્સ હોય છે હતા તેઓ માટે આ તેલનો ઉપયોગ ઉતમ ગણાતો હતો પરંતુ હવે ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે, નારિયેળ તેલ ખાવાથી શરીરમાં ફેટ જમા થાય છે, જેનાથી હૃદયની બીમારીઓ અને બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે.
શા માટે વધુ પડતું તેલ નુકસાન કરે છે?
વાસ્તવમાં તેલમાં જોવા મળતી ચરબી ફેટી એસિડના તત્વોથી બનેલી હોય છે. જ્યારે આ ફેટી એસિડ સિંગલ બોન્ડ દ્વારા જોડાયેલા હોય છે, ત્યારે તેને સંતૃપ્ત ચરબી કહેવામાં આવે છે. અને જો ડબલ બોન્ડ દ્વારા જોડાય છે, તો અસંતૃપ્ત ચરબી હોય છે. આ ફેટી એસિડ ટૂંકી સાંકળોમાં બંધાયેલા હોય છે અને લોહીમાં ઓગળી જાય છે. તે ઉર્જા પ્રદાન કરે છે, પરંતુ લાંબી સાંકળના ફેટી એસિડ્સ સીધા લીવર સુધી પહોંચે છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે.
સંશોધન શું કહે છે
હાર્વર્ડ યુનિવર્સિટીની ટીએચ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નારિયેળનું તેલ શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન (એલડીએલ)ની માત્રામાં વધારો કરે છે. જેનો સીધો સંબંધ હાર્ટ એટેક સાથે છે. જો કે, નાળિયેર તેલમાં હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) પણ હોય છે, જે LDL ને લોહીમાંથી બહાર કાઢે છે. નિષ્ણાતો કહે છે કે જે તેલમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, તે જ તેલ રસોઈ માટે વધુ સારું છે. જો કે, તેલની માત્રા મર્યાદિત હોવી જોઈએ.
કયું તેલ શ્રેષ્ઠ છે
એવું કહેવાય છે કે જે તેલમાં બહુઅસંતૃપ્ત ચરબી અને ઓમેગા -3,6 હોય છે તે રસોઈ માટે સારું છે. તેના સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. તે આવશ્યક ફેટી એસિડ્સ અને વિટામિન્સ પ્રદાન કરે છે. ઓલિવ ઓઈલમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે તમને હૃદયની બીમારીઓથી બચાવે છે. ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાથી હાનિકારક ફેટી એસિડ્સ પણ ઓછા થાય છે. તેથી, રસોઈ માટે ઓલિવ તેલને રસોઈ માટે સૌથી આરોગ્યપ્રદ તેલ માનવામાં આવે છે.
Disclaimer: abp અસ્મિતા આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સેવા અવશ્ય લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )