Blood Thinner: કોવિશીલ્ડ રસી લેનારા લોકોમાં વધી રહ્યો છે બ્લડ થિનરનો ઉપયોગ, જાણો કેટલું ખતરનાક બની શકે છે?
Blood Thinner: આ સમાચાર આવ્યા બાદ રસી લેનારાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે બ્લડ થિનરનો ઉપયોગ વધવા લાગ્યો છે.
Blood Thinner Sideeffects : બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીન આ દિવસોમાં વિવાદમાં છે. આ ફોર્મ્યુલા પર ભારતમાં કોવિશિલ્ડ બનાવવામાં આવ્યું છે. આ રસી વિશે કહેવામાં આવી રહ્યું છે કે રેર કેસોમાં આડ અસર જોવા મળી શકે છે. તેને લેવાથી પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે, જેનાથી બ્લડ ક્લોટિંગ થાય છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જે લોકોએ આ રસી લીધી છે તેમને હાર્ટ એટેકનો ખતરો હોઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ રસી લેનારાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે બ્લડ થિનરનો ઉપયોગ વધવા લાગ્યો છે. કંપનીનો દાવો છે કે આવા કિસ્સાઓ બહુ ઓછા છે, તેથી ઉતાવળમાં બ્લડ થિનર લેવાથી ઘણી ગંભીર આડઅસર થઈ શકે છે.
બ્લડ થિનર શું હોય છે
બ્લડ થિનર એવી દવાઓ છે જે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. આ બ્લડ ક્લોટિંગને અટકાવે છે. તેમના સેવનથી બ્લડ ક્લોટને વધતા અટકાવી શકાય છે. બ્લડ ક્લોટિંગ થવાના કારણે નસોમાં બ્લોકેજ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે.
બ્લડ થિનરના ગેરફાયદા
-પેટ ખરાબ, ઉબકા અને ઝાડા
-પીરિયડ દરમિયાન સામાન્ય કરતાં વધુ રક્તસ્ત્રાવ
-પેશાબ લાલ થઈ જવું
-પેઢા અને નાકમાંથી રક્તસ્ત્રાવ
-ઉલટીનો રંગ ભૂરો અથવા લાલ
-માથાનો દુખાવો અથવા પેટમાં દુખાવો
-ઇજા થતા લોહી બંધ ના થવું
કોણે લેવું જોઇએ બ્લડ થિનર
-હૃદય અથવા બ્લડ વેસેલ્સની બીમારીના શિકાર લોકો
-એટ્રિયલ ફિબ્રિલેશન
-હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ કરનારાઓ
-કોઈપણ સર્જરી પછી બ્લડ ક્લોટ થવાનું જોખમ
-હૃદય રોગના કિસ્સામાં ડૉક્ટરની સલાહ પર
બ્લડ થિનર લેતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?
લોહી પાતળું કરતી દવાઓ લેતી વખતે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. લોહી પાતળું કરતી દવાઓ અમુક ખોરાક, વિટામિન્સ અને આલ્કોહોલ સાથે રિએક્શન કરે છે. સમયાંતરે લોહીની તપાસ કરાવવી જોઈએ. તમારે ડૉક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )