Cervical Cancer Vaccine: ભારતની પ્રથમ સર્વાઈકલ કેન્સરની વેક્સીન HPVને મળી મંજૂરી, સીરમ બનાવશે આ વેક્સીન
ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરથી ઘણી સ્ત્રીઓ મૃત્યુ પામે છે. ભારતમાં, સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં બીજા નંબરનો સૌથી જીવલેણ રોગ છે.

Cervical Cancer Vaccine: ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરથી ઘણી સ્ત્રીઓ મૃત્યુ પામે છે. ભારતમાં, સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં બીજા નંબરનો સૌથી જીવલેણ રોગ છે. હવે આ રોગના ઈલાજને લઈ એક મોટા સારા સમાચાર આવ્યા છે. હવે ઈન્ડિયન સર્વાઈકલ કેન્સર વેક્સીન ભારતમાં જ બનાવવામાં આવશે. આ માટે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ મંગળવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ને આ કેન્સરને રોકવા માટે રસી બનાવવા માટે મંજૂરી આપી હતી. ભારતની પ્રથમ ક્વાડ્રિવેલેંટ હ્યુમન પૈપિલોમાવાયરસ પેપિલોમાવાયરસ રસી (qHPV)નું ઉત્પાદન શરૂ થશે અને ટૂંક સમયમાં આ સસ્તી અને સુલભ રસી બજારમાં ઉપલબ્ધ થશે.
અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને માહિતી આપીઃ
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે, મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની સારવાર માટે પ્રથમ વખત ભારતીય HPV રસી બનાવવામાં આવશે, જે સસ્તી અને સુલભ બંને છે. અમે તેને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવા આતુર છીએ અને અમે DCGIનો આભાર માનીએ છીએ.
For the first time there will be an Indian HPV vaccine to treat cervical cancer in women that is both affordable and accessible. We look forward to launching it later this year and we thank the #DCGI @MoHFW_INDIA for granting approval today.
— Adar Poonawalla (@adarpoonawalla) July 12, 2022
ગર્ભાશયના મુખના કેન્સરને કારણે મહિલાઓને મૃત્યુથી બચાવવા માટે આ એક ક્રાંતિકારી પગલું હશે. કોવિડ રસી માટે વિષય નિષ્ણાંત સમિતિ (SEC)ની ભલામણને પગલે DCGI મંજૂરી ત્યારે જ મળે છે જ્યારે સરકારી સલાહકાર પેનલ NTAGI દ્વારા તાજેતરમાં રસીના ક્લિનિકલ ટ્રાયલ ડેટાની સમીક્ષા કર્યા પછી qHPVને મંજૂરી આપવામાં આવી હતી.
SIIના સરકારી અને નિયમનકારી બાબતોના નિયામક પ્રકાશ કુમાર સિંઘે બાયોટેકનોલોજી વિભાગના સહયોગથી તબક્કો 2 અને 3 ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ HPV રસીની બજારમાં વેચાણ માટેની મંજૂરી મેળવવા માટે 8 જૂને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને અરજી કરી હતી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















