Health: સવારે ખાલી પેટ આ 4માંથી કોઇપણ એક ફળનું કરો સેવન, વેઇટ લોસની સાથે થશે આ ગજબ ફાયદા
આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીમાં ફિટ રહેવું એ પણ એક ચેલેન્જ સમાન છે. ફિટ રહેવા માટે શરીરને યોગ્ય માત્રામાં પોષક તત્વો મળે તે ખૂબ જ જરૂરી છે.
Health:આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીમાં ફિટ રહેવું એ પણ એક ચેલેન્જ સમાન છે. ફિટ રહેવા માટે શરીરને યોગ્ય માત્રામાં પોષક તત્વો મળે તે ખૂબ જ જરૂરી છે.
આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીમાં ફિટ રહેવું એ પણ એક મોટું કામ છે. ફિટ રહેવા માટે શરીરને યોગ્ય માત્રામાં પોષક તત્વો મળે તે ખૂબ જ જરૂરી છે. તેથી જ રોગોથી બચવા માટે સમયાંતરે યોગ્ય ફળો અને શાકભાજી ખાવા જોઈએ. જો તમે વિવિધ રોગોથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારે તમારા આહારમાં ફળોનો સમાવેશ કરવો જરૂરી છે.ફળ ખાવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે. ઘણીવાર ડોકટરો કહે છે કે જો તમારે દિવસની શરૂઆત તંદુરસ્ત રીતે કરવી હોય તો ફળોથી કરો. જેથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ખાલી પેટે કયા ફળ ખાઈ શકાય. આજે આ લેખ દ્વારા આપણે ફળ ખાવાના યોગ્ય સમય અને રીત વિશે વાત કરીશું.
ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે?
કેટલાક એવા ફળ છે, જે તમે ખાલી પેટે સરળતાથી ખાઈ શકો છો. પરંતુ એવા ઘણા ફળો છે જે તમે સવારના નાસ્તામાં કે લંચની વચ્ચે એટલે કે 10 થી 12 વચ્ચે ખાઈ શકો છો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ઘણા એવા ફળ છે જેમાં ફાઈબર અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. તેને સવારે વહેલા ખાવાને બદલે બપોરે 10-12 વાગ્યા પહેલા ખાવું જોઈએ.
ખાલી પેટે ખાવાના ફળોના નામ
કિવિ
કીવીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જેને તમે ખાલી પેટ ખાઈ શકો છો. ડેન્ગ્યુ રોગમાં કીવી ખૂબ જ ઉતમ છે. આના કારણે પાચનતંત્ર બરાબર રહે છે અને શરીરને ભરપૂર ઊર્જા પણ મળે છે.
એપલ
તમે ખાલી પેટે આરામથી સફરજન ખાઈ શકો છો. આના કારણે તમારું વજન નિયંત્રણમાં રાખવાની સાથે સાથે શરીરમાં પોષક તત્વોની કમી પણ નહીં રહે. કબજિયાત અને ગેસથી છુટકારો મળશે. પાચનતંત્ર સારું રહેશે.
દાડમ
દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે. તમે ખાલી પેટે દાડમ આરામથી ખાઈ શકો છો. દાડમ ખાવાથી શરીરમાં આયરન ઉણપ નથી થતી. અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી છે.
પપૈયા
પપૈયું ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો તમે વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો પપૈયું બેસ્ટ છે. કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. કબજિયાત અને પેટ ફૂલવાની સમસ્યામાં પણ રાહત મળે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )