Health : સવારે ખાલી પેટ ફળનું જ્યુસ પીવાની ન કરશો ભૂલ, જાણો શરીર પર કેવી થાય છે અસર
Health : રોગપ્રતિકારક શક્તિથી લઈને ત્વચાની સંભાળ માટે નારંગી ફાયદાકારક છે. પરંતુ ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે સવારે ખાલી પેટ સંતરાનો રસ ન પીવો જોઈએ.
Health :સાઇટ્રસ ફળોમાંનું આ એક ફળ સંતરા, સામાન્ય રીતે સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે પરંતુ તેના ખાવી પેટખ ખાવના નુકસાન પણ છે. સંતરા ઘણા સ્વાસ્થ્ય લાભો સાથેનું ફળ છે. વિટામિન સીથી ભરપૂર, સંતરા એન્ટીઑકિસડન્ટો અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. રોગપ્રતિકારક શક્તિથી લઈને ત્વચાની સંભાળ માટે સંતરા ફાયદાકારક છે. પરંતુ ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે સવારે ખાલી પેટ સંતરાનો રસ ન પીવો જોઈએ
નારંગીનો રસ એસિડિક હોવાથી સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ખાલી પેટ સંતરાનો રસ પીવાથી હાર્ટબર્ન, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. અભ્યાસો દર્શાવે છે કે જે લોકો નિયમિતપણે સવારે ખાલી પેટ નારંગીનો રસ પીવે છે તેમને પાછળથી અલ્સર થવાની સંભાવના રહે છે.
વધુમાં, સવારે ખાલી પેટે ફ્રુક્ટોઝથી ભરપૂર સંતરાનો રસ પીવાથી પણ બ્લડ સુગરનું પ્રમાણ વધી શકે છે. દાંતના સ્વાસ્થ્ય માટે પણ સવારે ફ્રૂટ જ્યુસ પીવું હિતાવહ નથી.
જાણો સંતરાના સેવનના ફાયદા
સંતરાના રસમાં વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન ડી વગેરે મળી આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, દરરોજ નારંગીનો રસ પીવો સારું છે. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર સંતરાનો રસ કિડનીની તંદુરસ્તી અને હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. ત્વચામાં કોલેજન ઉત્પાદન માટે વિટામિન સી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ચહેરાને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે અને ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. સંતરા વિટામિન સીથી ભરપૂર હોવાથી સ્કિનને એવરયંગ રાખે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
આ પણ વાંચો
Hair Care Tips: મહેંદીના કારણે આપના હેર ડ્રાય અને રફ થઇ ગયા છે? આ ઉપાય અપનાવી જુઓ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )