(Source: ECI/ABP News/ABP Majha)
Hair Care Tips: મહેંદીના કારણે આપના હેર ડ્રાય અને રફ થઇ ગયા છે? આ ઉપાય અપનાવી જુઓ
ઘણા લોકો મહેંદી લગાવ્યા પછી સીધા જ શેમ્પૂથી વાળ ધોઈ નાખે છે. તેનાથી વાળ શુષ્ક અને નિર્જીવ થઇ જાય છે.તેથી, જ્યારે પણ તમે વાળમાં મહેંદી લગાવો ત્યારે વાળમાં દહીંનો પેક લગાવો, તેનાથી વાળની ડ્રાયનેસ તો દૂર થશે
Hair Care Tips: બજારમાં મળતી મહેંદી તમારા વાળનો કુદરતી રંગ બગાડી શકે છે.ઉપરાંત, તે આપના વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. આ કિસ્સામાં, તમારે કેટલીક ટીપ્સનું પાલન કરવું જોઈએ. જેથી તેની સ્મૂધનેસ જળવાઇ રહે છે.
આજના સમયમાં લોકોને નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યા થવા લાગી છે, જ્યારે ઘણા લોકો આ સમસ્યાને છુપાવવા માટે વાળમાં મહેંદી લગાવે છે. પરંતુ ઘણા લોકો પોતાના વાળને સુંદર બનાવવા માટે મહેંદી લગાવે છે. પરંતુ વાળને ચમકદાર અને સુંદર બનાવવા માટે તમારે કેમિકલયુક્ત મહેંદી ન લગાવવી જોઈએ કારણ કે બજારમાં મળતી આવી મહેંદી તમારા વાળનો કુદરતી રંગ બગાડી શકે છે. ઉપરાંત, તે તમારા વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં જણાવીશું કે મહેંદી લગાવ્યા પછી વાળની શુષ્કતા કેવી રીતે દૂર કરવી. ચાલો જાણીએ.
ત્વચાને સુંદર બનાવવા માટે આ રીતે લગાવો મહેંદી
મહેંદી લગાવ્યાં પછી દહીંનો ઉપયોગ કરો
ઘણા લોકો મહેંદી લગાવ્યા પછી સીધા જ શેમ્પૂથી વાળ ધોઈ નાખે છે. તેનાથી વાળ શુષ્ક અને નિર્જીવ થઇ જાય છે.તેથી, જ્યારે પણ તમે વાળમાં મહેંદી લગાવો ત્યારે વાળમાં દહીંનો પેક લગાવો, તેનાથી વાળની ડ્રાયનેસ તો દૂર થશે જ સાથે જ ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે. આ માટે એક વાટકી દહીંમાં ઓલિવ ઓઈલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો.
મેંદીમાં આમળા અને દહીં મિક્સ કરો-
મેંદી લગાવતી વખતે વાળની ડીપ કન્ડિશનિંગ માટે તેમાં આમળા પાવડર અને દહીંનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય જો તમારા વાળ ખૂબ જ શુષ્ક હોય તો તમે ઈંડાની જરદીનો ઉપયોગ કરો, તેનાથી વાળ મજબૂત થશે.
કેળા અને એલોવેરા જેલનો ઉપયોગો
સ્વાસ્થ્યની સાથે વાળની શુષ્કતા ઘટાડવા માટે કેળા તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે મેંદી લગાવ્યા બાદ કેળાનો માસ્ક લગાવો. આ વાળને પોષણ આપશે અને મજબૂત કરશે. તેનાથી તમારા વાળ મુલાયમ થઈ જશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )