Risk Of Cancer Research : આ એક ડ્રિન્કના સેવનથી શરીરમાં કેન્સરનું વધે છે જોખમ, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Risk Of Cancer Research : કેન્સરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તાજેતરમાં એક ચોંકાવનારું સંશોધન સામે આવ્યું છે. ચાલો જાણીએ આ સંશોધન વિશે...

Risk Of Cancer Research : કેન્સરનું નામ સાંભળતા જ દરેકના મનમાં ડર આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે દરરોજ આ ખતરનાક બીમારીને આમંત્રણ આપી રહ્યા છો. હા, તમે જે પીણાં પીઓ છો તે કેન્સરને આમંત્રણ આપે છે. અભ્યાસમાં આ વાત સામે આવી છે.
તાજેતરમાં વોશિંગ્ટન યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ દરરોજ ઓછામાં ઓછું એક ખાંડયુક્ત પીણું પીવે છે તેઓ ખાંડયુક્ત પીણાં પીવાથી દૂર રહેતી સ્ત્રીઓ કરતાં મોઢાના કેન્સર થવાની સંભાવના લગભગ પાંચ ગણી વધારે છે.
મોઢાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે
આ અભ્યાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે મોઢાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને યુવાનોમાં કે જેઓ ધૂમ્રપાન કરતા નથી કે દારૂ પીતા નથી અને અન્ય કોઈ સ્પષ્ટ જોખમી પરિબળો નથી. સંશોધકો કહે છે કે, આ ખતરનાક રોગના વિકાસમાં આહાર ભૂમિકા ભજવી શકે છે.
પહેલાના સમયમાં મોઢાના કેન્સરના મુખ્ય કારણોમાં તમાકુ, દારૂ અને માનવામાં આવતી હતી. જો કે, તમાકુના ઉપયોગને લગતા કેસોની સંખ્યા ઘટી રહી છે, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ધૂમ્રપાનના ઘટાડાને કારણે.
આ નવું સંશોધન નિયમિતપણે મીઠાવાળા પીણાંના સેવન સાથે સંકળાયેલ સંભવિત સ્વાસ્થ્ય જોખમો પર પ્રકાશ પાડે છે. મોઢાના કેન્સરના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ સંશોધન ખાસ કરીને મહત્વનું છે.
મહિલાઓમાં ઓરલ કેન્સર ઝડપથી વધી રહ્યું છે
ઓરલ કેન્સરનું કારણ મુખ્યત્વે તમાકુનું ધૂમ્રપાન હોઇ શકે છે. પરંતુ હવે આ રોગ ધૂમ્રપાન ન કરતી સ્ત્રીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, કેન્સર એવી મહિલાઓએ થયું કે જેને ન તો ધૂમ્રપાન કર્યું કે ન તો દારૂ પીધો.
વર્ષ 2020 માં, વિશ્વભરમાં 3,55,000 થી વધુ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી લગભગ 1,77,000 લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ રોગ હવે યુવાન અને ધૂમ્રપાન ન કરતી મહિલાઓમાં પણ ઝડપથી વધી રહ્યો છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















