Diabetes: ડાયાબિટીસથી પણ તમે આંધળા થઈ શકો, જાણો કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન
ડાયાબિટીસ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી એક ગંભીર બીમારી છે. જો તમે આ રોગને કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો તમારે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
ડાયાબિટીસ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી એક ગંભીર બીમારી છે. જો તમે આ રોગને કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો તમારે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આજની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે યુવાનો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. જો તમે ટાઇપ-2 ના શિકાર છો, તો તે તમારા શરીરમાં ઘણી નાની-મોટી બીમારીઓનું ઘર બની જશે. અને જો તમે સમયસર તેના પર નિયંત્રણ નહી રાખો તો તે ખતરનાક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. જ્યારે લોહીમાં શુગર લેવલ વધી જાય છે ત્યારે ડાયાબિટીસના દર્દીઓની આંખોમાં ગંભીર લક્ષણો જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર ડાયાબિટીક રેટિનોપેથી જેવી આંખ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે. જેના કારણે તમે અંધત્વનો શિકાર બની શકો છો. ચાલો આ રોગના લક્ષણો અને નિવારણની પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ.
ડાયાબિટીક રેટિનોપેથી કેમ ખતરનાક છે ?
ડોક્ટરોનું કહેવું છે કે ડાયાબિટીક રેટિનોપેથીનો રોગ એટલો ખતરનાક છે કે તે આંખોની રોશની પણ છીનવી શકે છે. જેના કારણે વ્યક્તિ અંધત્વનો શિકાર બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓ જેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોય અને સતત ધૂમ્રપાન કરતા હોય તેમને આ રોગનું સૌથી વધુ જોખમ હોય છે. WHO અનુસાર, ડાયાબિટીક રેટિનોપેથી એ વિવિધ આંખના રોગો પછી વિશ્વભરમાં અંધત્વનું બીજું સૌથી મોટું કારણ છે. આ રોગ થયા પછી આંખોની રોશની ગુમાવવાનું જોખમ 50 ટકા સુધી રહે છે.
ડાયાબિટીક રેટિનોપેથી રોગના કારણો
નેત્ર ચિકિત્સકોના મતે ડાયાબિટીસ એક એવો ખતરનાક ક્રોનિક રોગ છે, જે શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે. જે દર્દીઓનું બ્લડ શુગર લેવલ નોર્મલ કરતા વધારે હોય છે તેઓને આ બીમારીનું સૌથી વધુ જોખમ હોય છે. આ રોગ રેટિના પર સીધો હુમલો કરે છે અને તેનું કાર્ય બગાડે છે. જો તેના લક્ષણોને ઓળખીને સમયસર સારવાર ન કરવામાં આવે તો અંધત્વ આવી શકે છે.
ડાયાબિટીક રેટિનોપેથી રોગના લક્ષણો
અસ્પષ્ટ અથવા ઓછી દ્રષ્ટિ
ચક્કર આવવા
માથાના દુખાવાની સમસ્યા
કેવી રીતે રક્ષણ કરવું
દર 6 મહિને તમારી આંખોની તપાસ કરાવો.
બ્લડ શુગરના સ્તરને કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરો.
જો સમસ્યા વધે તો ડોક્ટર પાસે જાઓ.
Health Tips: શું હ્યદયના દર્દીઓએ વધુ પાણી ન પીવું જોઈએ? જાણો શું છે હકિકત
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને સૂચનોને અમલમાં મૂકતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )