Health tips: સૂવામાં આ ભૂલ ન કરશો નહિ તો મેદસ્વીતા સહિતની આ બીમારીના બનશો શિકાર
લાઈટ ચાલુ રાખીને સૂવાથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. ખરેખર, આના કારણે તમને ગાઢ ઊંઘ નથી આવતી. આવી સ્થિતિમાં સ્થૂળતા, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે.
Health tips:લાઈટ ચાલુ રાખીને સૂવાથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. ખરેખર, આના કારણે તમને ગાઢ ઊંઘ નથી આવતી. આવી સ્થિતિમાં સ્થૂળતા, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે.
સ્વસ્થ શરીર માટે લગભગ 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો તમારા શરીર અને સમસ્યાઓ અનુસાર અલગ-અલગ ઊંઘની પેટર્ન સૂચવે છે. શરીરનો થાક અને નબળાઈ દૂર કરવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. ગાઢ અને શાંત ઊંઘ સાથે, તમારું મગજ વધુ સારી રીતે કાર્ય કરે છે. આ સાથે તમારા સ્નાયુઓને પણ સ્વસ્થ થવાનો સમય મળે છે. સૂવાના ફાયદા તમે ગણી શકો તેટલા ઓછા છે, પરંતુ કેટલાક લોકો ખરાબ ઊંઘની આદતોને કારણે યોગ્ય અને ગાઢ ઊંઘ મેળવી શકતા નથી. આ આદતોમાં લાઇટ ચાલુ રાખીને સૂવાની આદતનો પણ સમાવેશ થાય છે. આવો જાણીએ લાઈટો ચાલુ રાખીને સૂવાથી શરીરને કેવા પ્રકારના નુકસાન થઈ શકે છે.
લાઇટ ચાલુ રાખીને સૂવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે
ઘણા લોકો રાત્રે સૂતા પહેલા લાઇટ બંધ કરી દે છે. આ એક ખૂબ જ સારી આદત છે. આનાથી તમને સારી ઊંઘ આવે છે, પરંતુ જો તમને સ્વીચ ઓન કરીને સૂવાની આદત હોય તો નુકસાન સહન કરવા તૈયાર થઈ જાઓ. ચાલો જાણીએ તેના ગેરફાયદા વિશે-
ડિપ્રેશનનો શિકાર બની શકે છે
પ્રકાશ આપણા શરીર માટે જરૂરી છે. એટલું જ મહત્વનું છે અંધકાર. કદાચ તમે સાંભળ્યું હશે કે, સ્વીડન અને નોર્વે જેવા ધ્રુવીય દેશોમાં સૂર્ય 6 મહિના સુધી અસ્ત થતો નથી. જેના કારણે ત્યાંના ઘણા લોકો ડિપ્રેશનની ચપેટમાં આવી જાય છે. તેવી જ રીતે, જો તમે લાંબો સમય પ્રકાશમાં રહો છો, તો તમે પણ ઘણી ઉદાસીનતા અને ચીડિયાપણું અનુભવી શકો છો. તેથી થોડો સમય લાઇટ વગર રહેવાનો પ્રયાસ કરો.
શરીરમાં થાક યથાવત રહે છે
લાંબા સમય સુધી લાઇટ ચાલુ રાખીને સૂવાની આદતને કારણે તમને આરામની ઊંઘ નથી આવતી, જેના કારણે શરીરમાં થાક રહે છે. તેમજ તમે સુસ્તીનો શિકાર પણ બની શકો છો.
અનેક રોગોનો ખતરો છે
લાઇટ ચાલુ રાખીને સૂવાની આદતને કારણે તમને સારી ઊંઘ નથી આવતી, જેના કારણે તમને હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, હૃદય રોગનો ખતરો રહે છે.
Disclaimer:અહીં ઉપલબ્ધ સૂચના,માન્યતા જાણકારીને આધારિત છે. અહીં એ જણાવવું જરૂર છે કે abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )