Skin Care: રાત્રે સુતાં-સૂતાં સ્કિન બની જશે ગ્લોઇંગ, ડિનર બાદ આ ફૂડના સેવનને બનાવો રૂટીન
Skin Care: આપણે જે પણ ખાઇએ છીએ તેની સીઘી અસર આપણી સ્કિન જોવા મળે છે. તો ચાલો જાણીએ કે કઇ વસ્તુનું સેવન સ્કિનને નેચરલી ગ્લો આપે છે.

Skin Care:ગ્લોઇંગ સ્કિન કોને ન ગમે? આ માટે, લોકો સૌથી મોંઘા પ્રોડક્ટસ ખરીદતાં પણ અચકાતા નથી. જોકે, જ્યારે ત્વચાને સુધારવાની વાત આવે છે, ત્યારે લોકો તેને ઉપરથી ઉપચાર કરવાનું વિચારે છે. પરંતુ હકીકત એ છે કે માત્ર બાહ્ય રીતે સારસંભાળ પુરતી નથી. યંગ એવરગ્રીન સ્કિન માટે ડાયટ પર પણ પ્રોપર ધ્યા આપવું જરૂરી છે. જો કેટલાક ફૂડને રાત્રે સૂતા પહેલા ખાવામાં આવે તો સ્કિન નેચરલી ગ્લોઇંગ બનશે.
બદામ
રાત્રિભોજન પછી તમે 4 થી 5 પલાળેલી બદામ ખાઈ શકો છો. તેમાં વિટામિન E સારી માત્રામાં હોય છે. જે રાતે ત્વચાને રિપેર કરે છે. આ ચહેરા પરના કાળા ડાઘ અને ઝીણી રેખાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ ડ્રાય ફ્રુટ કોલેજનને પણ બૂસ્ટ કરે છે. આ ત્વચાને કડક અને યુવાન બનાવે છે. રાત્રિભોજન પછી 30 મિનિટ પછી તમે બદામ ખાઈ શકો છો.
કેમોમાઇલ ટી
આ ચા પીવાથી તણાવ ઓછો થાય છે. આ સાથે ત્વચા પર દેખાતા ખીલ પણ ઓછા થાય છે. જો તમે તેને રાત્રે પીઓ છો, તો તે સારી ઊંઘ લેવામાં પણ મદદ કરે છે. શાંતિપૂર્ણ ઊંઘને કારણે, તમારી ત્વચા ઝડપથી રિપેર થવા લાગે છે. આ ચા પીવાથી ચહેરાના સોજા અને ડાર્ક સર્કલ ઓછા થાય છે. જો કે આ ચા જમ્યા પછી રાત્રે ખાંડ વગરની પીવી પડશે.
પમ્પકિન સીડ્સ
રાત્રિભોજન પછી તમે 1 ચમચી કોળાના બીજ ખાઈ શકો છો. તેમાં સારી માત્રામાં ઝીંક હોય છે, જે ખીલ ઘટાડે છે અને તેના નિશાન પણ ઝાંખા કરવામાં પણ મદદરૂપ છે. આ બીજમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે. આ તણાવ ઘટાડે છે અને હોર્મોનલ સંતુલન જાળવી રાખે છે. ધ્યાનમાં રાખો કે તમારે રાત્રિભોજન પછી 1 ચમચી કાચા અથવા શેકેલા મીઠા વગરના બીજનું સેવન કરવું જોઈએ.
કીવીનું સેવન
ડિનર બાદ તમે 1 કીવીનું સેવન કરી શકો છો. આ ફળમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. આ ચહેરાને ગ્લોઇંગ બનાવે છે અને કોલેજન વધારવામાં મદદ કરે છે. આ પિગમેન્ટેશન ઘટાડે છે અને આંતરડાનું સ્વાસ્થ્ય સારું રાખે છે. આ ફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. ખાધા પછી તમે કીવીનું સેવન મીઠાઈ તરીકે કરી શકો છો.
ગોલ્ડન મિલ્ક
હવે તમે કહેશો કે ગોલ્ડન મિલ્ક શું છે? તો આ હળદરવાળું દૂધ છે. તેમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણધર્મો છે. આ ચહેરાની લાલાશ અને સોજો ઘટાડી શકે છે. તે ખીલ પણ ઘટાડે છે. હળદરમાં સારી માત્રામાં કર્ક્યુમિન હોય છે., જે સ્કિનને કાંતિમય બનાવે છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















