![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
E-cigarettes: શું તમે પણ ફેશનના જોરે ઈલેક્ટ્રોનિક સિગારેટ પીવો છો, તો થઈ જાઓ સાવધાન
ઘણા લોકો સિગારેટ પીવાથી બચવા માટે ઈ-સિગારેટ એટલે કે ઈલેક્ટ્રોનિક સિગારેટનો આશરો લે છે. પરંતુ તેઓએ એ પણ જાણવું જોઈએ કે ઇ-સિગારેટ ખૂબ જ નુકસાનકારક છે.
![E-cigarettes: શું તમે પણ ફેશનના જોરે ઈલેક્ટ્રોનિક સિગારેટ પીવો છો, તો થઈ જાઓ સાવધાન Electronic cigarettes are as dangerous as real cigarettes, if you are smoking in the wake of fashion, then know these disadvantages E-cigarettes: શું તમે પણ ફેશનના જોરે ઈલેક્ટ્રોનિક સિગારેટ પીવો છો, તો થઈ જાઓ સાવધાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/f081b515afc4bfa3525e7dfdcba35df51686114855507723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Harmful effects Of Electronic Cigarette: ઈ-સિગારેટ માત્ર એક આદત તરીકે જ નહીં પણ એક ફેશન તરીકે પણ લોકોની પસંદગી બની રહી છે. ટેક્નોલોજીના યુગમાં સિગારેટનું વ્યસન છોડીને ઈ-સિગારેટ પકડવાથી લોકો તેને ઉચ્ચ વર્ગની પસંદગી ગણવા લાગ્યા છે. કેટલાક લોકોએ એવી માન્યતા પણ બનાવી છે કે સિગારેટ પીવાની જેમ ઈ-સિગારેટ પીવામાં કોઈ નુકસાન નથી. પરંતુ હકીકતમાં એવું નથી. ઈ-સિગારેટનું ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ભારે પડી શકે છે જેટલું ભારે સિગારેટ પીવું. જો તમે પણ આ ફેશનેબલની જાળમાં ફસાઈ રહ્યા છો, તો એકવાર તેના ગેરફાયદા ચોક્કસથી જાણી લો.
ફેફસાંને નુકસાન
ઇ સિગારેટમાં નિકોટિન નામનું તત્વ હોય છે. આ તત્વ સ્વાદ અને ગંધ માટે ઈ-સિગારેટમાં ભરવામાં આવે છે. આ સાથે તેમાં અન્ય કેટલાક રસાયણો પણ ભેળવવામાં આવે છે. જ્યારે આ મિશ્રણને જોરથી શ્વાસ લેવામાં આવે છે. ત્યારે તે ફેફસાં સુધી પહોંચે છે. જેના કારણે ફેફસાંને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.
સગર્ભા સ્ત્રીઓને નુકસાન
નિયમિત સિગારેટની જેમ ઈ-સિગારેટની પણ ગર્ભવતી મહિલાના ગર્ભસ્થ બાળક પર ખરાબ અસર પડે છે. આ પ્રકારની સિગારેટ ધુમાડાને બદલે વરાળ બહાર કાઢે છે. વિવિધ રસાયણોથી બનેલી ફ્લેવરવાળી આ વરાળ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર કરે છે. ઈ-સિગારેટનો ધુમાડો માત્ર શિશુઓ માટે જ નહીં મોટા બાળકો માટે પણ હાનિકારક છે.
હૃદય રોગોનું જોખમ
ઈ-સિગારેટમાં રહેલા ફ્લેવર્સ શરીરમાં વહેતા લોહીમાં સરળતાથી ભળી જાય છે. આ ફ્લેવરની અસર લોહી પર થાય છે. આ લોહી હ્રદય સુધી પહોંચે છે જેના લીધે તેના પર ખરાબ અસર થાય છે. આ સાથે હૃદય રોગનો ખતરો પણ વધી જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)