Heart Care: કોલેસ્ટ્રોલ નોર્મલ હોય તો પણ હાર્ટ અટેકનું રહે છે જોખમ? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Heart Attack:હાર્ટ અટેક પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાન છે. શું માત્ર બેડ કોલેસ્ટ્રોલ આ કારણે જ વધે છે અને શું માત્ર બેડ કોલેસ્ટ્રોલ જ હાર્ટ અટેક માટે જવાબદાર છે. જાણીએ શું કહે છે એકસ્પર્ટ

Heart Attack: આજકાલ હાર્ટ સંબંધિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ તમે કોઈના હાર્ટ અટેકના સમાચાર સાંભળતા જ હશો. જો હેલ્થ એક્સપર્ટનું માનીએ તો તેઓ કહે છે કે કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ અટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જોકે માત્ર હાર્ટ અટેક માટે બેડ કોલેસ્ટ્રોલ જ જવાબદાર નથી ઘણી વખત બેડ કોલેસ્ટ્રેલનું સ્તર ચિંતાજનક સ્તરે ન હોય તો પણ કેટલાક દર્દીઓ હાર્ટ અટેકનો ભોગ બને છે અને કેટલાક કિસ્સામાં હાર્ટ અટેક મોતનું કારણ બન છે.
તેથી કહી શકાય કે, કોલેસ્ટ્રોલ નોર્મલ હોવા છતાં પણ હાર્ટ એટેકનો ખતરો રહે શકે છે. ઘણા લોકો માનતા હોય છે કે, જો કોલેસ્ટ્રોલ રિપોર્ટ નોર્મલ છે તો દિલ સંપૂર્ણ સુરક્ષિત છે, પરંતુ હકીકત એવી નથી. હાર્ટ એટેક થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.
સૌ પ્રથમ, હાઈ બ્લડ પ્રેશર (BP) મોટું કારણ છે. BP લાંબા સમય સુધી વધારે રહે તો દિલની નસો પર દબાણ પડે છે અને હાર્ટ એટેકનો જોખમ વધે છે, ભલે કોલેસ્ટ્રોલ નોર્મલ હોય.
બીજું કારણ છે ડાયાબિટીસ (શુગર). શુગર લેવલ વધારે રહે તો રક્તનાળીઓ અંદરથી નુકસાન પામે છે, જેના કારણે બ્લડ ક્લોટ બનવાની શક્યતા વધે છે.
ત્રીજું મહત્વનું કારણ છે સ્મોકિંગ અને તમાકુનું સેવન. સિગારેટ, ગુટખા કે પાનમસાલા દિલની નસોને સંકોચે છે અને ઓક્સિજન પુરવઠો ઘટાડે છે, જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
ચોથું કારણ છે સ્ટ્રેસ અને માનસિક તણાવ. સતત ટેન્શન, ગુસ્સો અને ઊંઘની ઉણપ હોર્મોનલ અસંતુલન પેદા કરે છે, જે દિલ પર ખરાબ અસર કરે છે.
પાંચમું કારણ છે મોટાપો અને શારીરિક કસરતનો અભાવ. બેઠાડુ જીવનશૈલીથી ફેટ પેટની આસપાસ સંગ્રહાય છે, જે દિલ માટે ખતરનાક છે.
આ ઉપરાંત વારસાગત કારણો, ઉંમર, અનિયમિત આહાર, વારંવાર જંક ફૂડ અને આલ્કોહોલનું વધારે સેવન પણ હાર્ટ એટેકનો ખતરો વધારે છે.
અટલે કે, માત્ર કોલેસ્ટ્રોલ નોર્મલ હોવું પૂરતું નથી. હાર્ટ હેલ્થ માટે નિયમિત BP અને શુગર ચેક, સંતુલિત આહાર, રોજ 30 મિનિટ ચાલવું, સ્ટ્રેસ કંટ્રોલ અને નશો ટાળવો ખૂબ જરૂરી છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















