(Source: ECI/ABP News/ABP Majha)
જરુર કરતા વધારે મધનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ખતરનાક, અહીં જાણો તેના સાઈડ ઈફેક્ટ્સ
મધ સ્વાસ્થ્ય માટે કોઈ અમૃતથી ઓછું નથી. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર મધ આપણા શરીરને ચેપથી દૂર રાખવામાં ફાયદાકારક છે.
Honey Side Effects: મધ સ્વાસ્થ્ય માટે કોઈ અમૃતથી ઓછું નથી. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર મધ આપણા શરીરને ચેપથી દૂર રાખવામાં ફાયદાકારક છે. સાથે જ સ્થૂળતા ઘટાડવાથી લઈને ગળાના દુખાવા માટે મધનો પણ ઘણો ઉપયોગ થાય છે. પરંતુ જો તેનો જરૂર કરતા વધારે ઉપયોગ કરવામાં આવે તો તે ઝેર પણ બની શકે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે.આવો જાણીએ કે વધારે મધ ખાવાથી શું નુકસાન થઈ શકે છે ?
વધુ પડતા મધનું સેવન કરવાના ગેરફાયદા
1. જો તમે વધુ પ્રમાણમાં મધનું સેવન કરો છો, તો તેના કારણે તમારું વજન વધવાની શક્યતા પણ વધી શકે છે. કારણ કે તેમાં રહેલી સુગર અને કાર્બોહાઇડ્રેટની માત્રા શરીરમાં કેલરી વધારે છે અને આ વજન વધવાનું કારણ બને છે. જો તમે પણ વહેલી સવારે મધ અને લીંબુ મિક્સ કરીને પાણી પીતા હોવ તો તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર મધ આપણા શરીરને ચેપથી દૂર રાખવામાં ફાયદાકારક છે.
2. મધ ગરમ અસરનું છે. જો તમે ખાંડને બદલે દરેક વસ્તુમાં મધનો ઉપયોગ કરો છો, તો તે તમારા પાચનને નુકસાન પહોંચાડે છે. તમારી પાચનક્રિયા ધીમી થઈ શકે છે. પેટમાં દુખાવો થઈ શકે છે.કબજિયાત, પેટ ફૂલવાની સમસ્યા વધી શકે છે.
3. જો તમે નિયમિત રીતે મધનું સેવન કરો છો, તો તેનાથી તમારું બ્લડ શુગર લેવલ વધી શકે છે અને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
4. વધુ માત્રામાં મધનું સેવન કરવાથી તમારા ઓરલ હેલ્થને પણ નુકસાન થાય છે. મધ દાંત પર ચોંટી જાય છે અને તેનાથી દાંતમાં દુખાવો, પેઢામાં સોજો, કેવિટીની સમસ્યા વધી શકે છે. જ્યારે પણ તમે મધનું સેવન કરો ત્યારે તમારા દાંત સાફ કરવાનો પ્રયાસ કરો.
5. જો કે મધમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી હાઈપરટેન્શનનું જોખમ પણ વધી શકે છે. એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે. તમને ઉલ્ટી, ઝાડા અને પેટનું ફૂલવું થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )