વેઇટ લોસની સાથે સમય પહેલા વૃદ્ધ કરી દે છે આ ફેડ ડાયટ, જાણો શું છે ફેડ ડાયટ અને કેમ છે નુકસાનકારક
વજન ઘટાડવું એ આજકાલ 10માંથી સાત લોકોનું લક્ષ્ય હોય છે. અહીં અમે તમને જણાવીશું કે ફેટ ડાયટ શું છે અને તેના શું ગેરફાયદા છે. ચાલો જાણીએ.
Fad diet disadvantages: વજન ઘટાડવું એ આજકાલ 10માંથી સાત લોકોનું લક્ષ્ય હોય છે. અહીં અમે તમને જણાવીશું કે ફેટ ડાયટ શું છે અને તેના શું ગેરફાયદા છે. ચાલો જાણીએ.
દરેક વ્યક્તિ વજન ઘટાડવા માટે જુદા જુદા રૂટીનને અને ડાયટ પ્લાનને ફોલો કરે છે. . દરેક વ્યક્તિનું લક્ષ્ય સ્થૂળતા ઘટાડવાનું છે. પરંતુ સ્થૂળતા ઘટાડવાના પ્રયાસમાં, તમે તમારી જાતને બીમાર તો નથી બનાવી રહ્યાંને એ પણ જોવું જરૂરી છે કે, શું આ ડાયટ પ્લાન આપના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે? આપને જણાવી દઈએ કે, ફેડ ડાયટ એ વજન ઘટાડવાના હેતુથી માર્કેટમાં વેચાય છે. તો જાણીએ ફેડ ડાયટ શું છે અને તેના શું ગેરફાયદા છે. ચાલો જાણીએ.
ફેડ ડાયટ અને વજન ઘટાડવું
ફેડ ડાયટમાં લોકો ઘણીવાર અલગ-અલગ ડાયટ પ્લાન વિશે વાત કરે છે અને તેમાં અલગ-અલગ વસ્તુઓ છોડવી પડે છે. આ સિવાય કેટલાક ખાસ પોષક તત્વોને તેમાં સામેલ કરવા માટે કહેવામાં આવે છે. ડાયટ પ્લાનમાં વધુને વધુ પ્રોટીન અને તંદુરસ્ત ચરબીના વપરાશ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેના કારણે શરીરમાં કેટલાક પોષક તત્વો સતત વધતા જાય છે અને કેટલાક પોષક તત્વો સતત ઘટતા જાય છે. આ રીતે, એવી સ્થિતિ આવે છે જ્યારે તમારા શરીરમાં કેટલાક પોષક તત્વોની ઉણપ હોય છે, પછી કેટલાક પોષક તત્વોની વધુ પડતી હોય છે. જેના કારણે શરીરને અનેક નુકસાન થાય છે.
અકાળે વૃદ્ધ દેખાઈ શકો છો
જ્યારે આપ પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ જેવા અમુક પોષક તત્વો પર ધ્યાન આપો છો અને કેલરીને માપતા રહો છે. ત્યારે તમને કેટલીક વસ્તુઓને ડાયટમાંથી દૂર કરો છો. જેના કારણે શરીરમાં ઘણા વિટામિન્સની ઉણપ પેદા થાય છે. જેના કારણે ચહેરા પર કરચલીઓ પડી જાય છે. અને આપ અકાળે વૃદ્ધ દેખાઈ શકો છો
નબળાઈ અને થાક
અમુક પોષક તત્વો ન લેવાથી શરીર ધીમે ધીમે નબળું પડી શકે છે. તેનાથી તમે નબળાઈ અનુભવી શકો છો અને થોડા કામ બાદ પણ આપ થાક અનુભવો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )